Aapnu Gujarat
ગુજરાત

વીએસ હોસ્પિટલમાંમાં તબીબો બહારની દવા લખતા હોવાની ફરિયાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની વી.એસ.હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને હોસ્પિટલમાં જ આવેલા સરકાર સંચાલિત જેનેરીક સ્ટોર્સમાંથી દવા લાવવાના બદલે બહારની દવા લખી આપતા હોવાની ફરીયાદો બાદ મ્યુનિ.દ્વારા આ મામલે તપાસ શરૂ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની વી.એસ. હોસ્પિટલ ખાતે સરકાર હસ્તકની પંડિત દીનદયાલ જેનેરીક મેડીકલ સ્ટોર્સની શરૂઆત કરવામાં આવી છે.આ સ્ટોર્સ એવો છે કે જયાં બજારમાં જે ભાવથી દર્દીઓ માટે દવાઓ મળતી હોય છે.તેના કરતા ઘણાં ઓછા ભાવથી દવાઓ આ સ્ટોર્સમાં મળતી હોય છે.આમ છતાં એવી અનેક ફરીયાદો મ્યુનિસિપલ કમિશનર અને શહેરના મેયર અને વી.એસ.બોર્ડના અધ્યક્ષ એવા ગૌતમ શાહ સુધી પહોંચાડવામાં આવી છે.આ ફરીયાદોમાં એવી રજુઆત કરવામાં આવી છે કે,જેનેરીક સ્ટોર્સમાં તબીબો દ્વારા લખી આપવામાં આવેલી દવાઓ દર્દીના સ્વજનો લઈને જાય છે તો તબીબો એ દવા ઉપયોગમાં નહીં આવે એમ કહી બહારથી દવા લાવી આપવાનું કહે છે.વી.એસ.હોસ્પિટલ બહાર આવેલા સંખ્યાબંધ મેડીકલ સ્ટોર્સ સાથે વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા અનેક તબીબોના કનેકશન હોઈ તેઓ દવાઓ લખીને તગડુ કમિશન પણ મેળવતા હોય છે.શહેરના મેયર ગૌતમ શાહની મળેલી પ્રતિક્રીયા અનુસાર,આ ખુબ જ ગંભીર મામલો છે.જ્યારે રાજય સરકારે પોતે આ સ્ટોર્સમાંથી દવાઓ માટેના આદેશ કરેલા છે.ત્યારે તબીબો ગરીબ વર્ગના દર્દીઓ અને તેમના સ્વજનો સાથે આ પ્રકારનો વ્યવહાર કરે એ ચલાવી લેવામાં નહીં આવે.આ મામલે સઘન તપાસ કરી જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

નાગરિકોને સોશ્યલ મીડિયાના માધ્યમથી  અફવાઓ ન ફેલાવવા તથા અફવાઓથી ન ગભરાવા નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલની અપીલ

aapnugujarat

પ્રાંતિજ સિવિલ કોર્ટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

editor

મ્યુનિ. તંત્ર પાસે વાઈરોલોજીકલ ટેસ્ટ માટે લેબની વ્યવસ્થા પણ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1