Aapnu Gujarat
શિક્ષણ

આરટીઇ હેઠળ એક દિનમાં ૧૩,૦૦૦ના પ્રવેશ કન્ફર્મ

રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજયભરમાં જુદી જુદી સ્કૂલોમાં કુલ ૬૨ હજાર જેટલા વિદ્યાર્થીઓને સરકારી તંત્ર દ્વારા પ્રવેશ ફાળવાયો હતો. આ ફાળવણી અનુસંધાનમાં તા.૧૫મી મેથી તા.૨૫મી મે સુધી વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ હજુ સુધી તા.૨૨મી મે સુધીમાં સમગ્ર રાજયમાં માત્ર દસ હજાર જ વિદ્યાર્થીઓના પ્રવેશ આરટીઇ હેઠળ વાલીઓએ કન્ફર્મ કરાવ્યા છે, જેથી રાજય સરકાર અને તંત્ર દ્વારા તાબડતોબ કન્ફર્મેશન પ્રોસેસ હાથ ધરાઇ હતી અને વાલીઓને ફરીથી જાણ-સંપર્ક કરી સૂૂચના અપાઇ હતી, જેને પગલે આજે મંગળવારે તા.૨૩મી મેના એક જ દિવસમાં રાજયભરમાં ૧૩ હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા હતા. હજુ કન્ફર્મેશન પ્રક્રિયામાં તા.૨૫મી મે સુધી બે દિવસ બાકી હોઇ ખૂબ મોટી સંખ્યામાં બીજા વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થવાની સંભાવના સૂત્રોએ વ્યકત કરી હતી. રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ધોરણ-૧માં પ્રવેશ માટેની ઓનલાઇન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજયમાં કુલ ૬૨ હજાર જેટલા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા જે તે સ્કૂલોમાં કાયમી પ્રવેશ ફાળવી દેવાયા હતા અને વાલીઓને તા.૧૫થી તા.૨૫મી મે દરમ્યાન તેમના બાળકોના પ્રવેશનું કન્ફર્મેશન કરી લેવા સૂચના આપવામાં આવી હતી. વાલીઓને તંત્ર દ્વારા મેસેજ દ્વારા પણ જાણ કરવામાં આવી હતી. જો કે, તા.૨૨મી મે સુધીના આંકડા પર નજર કરીએ તો, રાજયભરમાં માત્ર દસ હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા હતા. વાલીઓ તરફથી તેમના સંતાનોના પ્રવેશને કન્ફર્મ કરાવવામાં ભારે ઉદાસીનતા દાખવાઇ રહી હોવાની વિગતો સામે આવી હતી. જેને પગલે રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા વીડિયો કોન્ફરન્સીંગ મારફતે ડીઇઓ સહિતના સત્તાવાળાઓની સાથે બેઠક યોજી તેઓને જુદી જુદી ટીમો બનાવી વાલીઓને તેમના બાળકોના પ્રવેશ કન્ફર્મ કરાવી લેવા સૂચના આપવા અને અરજન્ટ કામગીરી હાથ ધરવા સહિતની સૂચનાઓ જારી કરવામાં આવી હતી, કારણ કે, કન્ફર્મેશન પ્રોસેસમાં હવે તા.૨૫મી મે સુધીના બે દિવસ જ બાકી છે.
તંત્ર દ્વારા વાલીઓનો તાત્કાલિક સંપર્ક કરી ફોન કે મેસેજ મારફતે પણ જાણ કરી આ અંગેની તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે આજે એક જ દિવસમાં ૧૩,૮૫૪ વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ કરવાની કાર્યવાહી પૂર્ણ કરાઇ હતી. હજુ ૩૮હજાર જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ બાકી બોલે છે પરંતુુ તે પૈકી આઠ હજાર જેટલા વાલીઓની વાંધાઅરજીઓ હોઇ બાકીના વિદ્યાર્થીઓની પ્રવેશ કન્ફર્મેશનની કાર્યવાહી બે દિવસમાં પૂર્ણ કરી દેવાય તેવું આયોજન સરકારના સત્તાવાળાઓ દ્વારા કરાયું છે.

Related posts

Commonwealth Day Celebrated By DPS – Bopal

aapnugujarat

ગુજરાતમાં સરકારે 6 હજાર શાળાઓ મર્જ કરવાના બહાને બંધ કરી દીધી : કેજરીવાલ

aapnugujarat

ભારતમાં ૭૪ ટકા બાળકો ટ્યૂશન જાય છે : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1