Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં ચિકનગુનીયાના કેસમાં ૬૮ ગણો વધારો થતાં તંત્ર ચિંતિત

સામાન્ય રીતે ઠંડીની મોસમમાં દેખા દેતા એવા ચીકનગુનીયાના કેસ હજુ પણ જોવા મળી રહ્યા છે.ગત વર્ષે શરૂઆતના પાંચ માસમાં આ રોગના અમદાવાદ શહેરમાં માત્ર બે કેસ નોંધાવા પામ્યા હતા.જેની સરખામણીમાં આ વર્ષે મે માસ સુધીમાં કુલ મળીને ૧૩૭ કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ દેશમાંથી જે મેલેરીયાને જાકારો આપવાની સરકાર વાત કરી રહી છે.તેવા મેલેરીયાના કેસ પણ અમદાવાદ શહેરમાં સતત વધી રહ્યા હોવાનું મ્યુનિસિપલ રિપોર્ટમાં કહેવાયું છે.આ અંગેની વિગત એવી છે કે,દરવર્ષે ઠંડીની ઋતુ શરૂ થવાની સાથે જ શહેરમાં અનેક લોકોને તાવ આવવાની ફરીયાદ હોય છે.આ તાવ સામાન્ય તાવ કરતા અલગ હોય છે.કેમકે એ ઉતરે છે અને ફરી પાછો આવે છે આ સાથે જ શરીરના સાંધા જકડાઈ જવાની પણ ફરીયાદો સામે આવતી હોય છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તાપમાન સતત ઉંચુ જઈ રહ્યું છે આ પરિસ્થિતિમાં પણ અમદાવાદ શહેરમાં ચીકનગુનીયાના નામે ઓળખાતા આ રોગના કેસ સતત નોંધાઈ રહ્યા હોવાનું મ્યુનિસિપલ હેલ્થ વિભાગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.આ માસની શરૂઆતથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ચીકનગુનીયાના કુલ મળીને ચાર કેસ નોંધાઈ ગયા છે.મ્યુનિસિપલ હેલ્થ વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યા પ્રમાણે ગત વર્ષે ૨૦૧૬માં જાન્યુઆરીથી મે માસ સુધીમાં ચીકનગુનીયાના માત્ર બે કેસ અમદાવાદ શહેરમાં નોંધાવા પામ્યા હતા.જેની સરખામણીમાં આ વર્ષે ૨૦ મે સુધીમાં કુલ મળીને ૧૩૭ કેસ નોંધાઈ ચુકયા છે.જે અગાઉના વર્ષની સરખામણીમાં ૬૩ ઘણા વધુ હોવાનું સૂત્રોનું કહેવું છે.જો કે આમ છતાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગના અધિકારીઓ તેમના બચાવમાં કહે છે કે,આ એક વિશ્વવ્યાપી સાઈકલ ચાલી રહી છે.જેને લઈ ચીકનગુનીયાના કેસ નોંધાઈ રહ્યા છે.નિયંત્રણમાં આવી જશે.બીજી તરફ મેલેરીયાને દેશમાંથી નાબૂદ કરવાની વાતની વચ્ચે અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૬માં જાન્યુઆરી થી મે માસ સુધીમાં કુલ મળીને ૧૨૭૩ કેસ નોંધાવા પામ્યા હતા.જેની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીથી મે માસની ૨૨ સુધીમાં ૧૭૧૩ કેસ મેલેરીયાના નોંધાવા પામ્યા છે.

Related posts

Congress leader files PIL in Gujarat HC for postponement on by-polls of 8 constituencies

editor

એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાના કામો પડકારરૂપ

aapnugujarat

સુરત ખાતે વેપારીઓ પર થયેલા લાઠીચાર્જમાં ભાજપની તાનાશાહી જવાબદાર : હાર્દિક પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1