Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયા સાથે એસ-૪૦૦ ડિલ પર ભારતને છૂટ આપી શકે છે અમેરિકા

અમેરિકન સરકારના અધિકારીઓ, સંરક્ષણ અને વિદેશી મામલાના નિષ્ણાંતોનું માનવું છે કે ભારત-અમેરિકા વચ્ચે દ્ધિપક્ષીય સંબંધોમાં આવેલા તણાવ બાદ હવે અમેરિકા ભારતને રશિયા સાથે એર મિસાઇલ સિસ્ટમ એસ-૪૦૦ ડીલમાં છૂટ આપી શકે છે. અમેરિકાએ આ ડીલનો વિરોધ કર્યો હતો.
અમેરિકન નિષ્ણાંતોના મતે ભારત પર પ્રતિબંધોને લઇને અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેવાનો છે. આ ડીલ બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત કાટ્‌સા પ્રતિબંધો પર તેમના નિર્ણયથી અવગત થશે.
તાજેતરમાં ભારતના પ્રવાસે આવેલા અમેરિકન સંરક્ષણ મંત્રી જિમ મૈટિસ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કાટ્‌સા હેઠળ ભારતને રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર પ્રતિબંધોમાં છૂટ આપવાનું સમર્થન કર્યું હતું. કાટ્‌સા રશિયા પાસેથી હથિયાર અને ઇરાન પાસેથી તેલ આયાત કરતા રોકે છે.
નિષ્ણાંતોનું માનવું છે કે ભારતને તેના બદલામાં અમેરિકા સાથે મોટી સંરક્ષણ ડીલ કરવી પડશે. તે સિવાય રશિયન હથિયારો પરથી પોતાની નિર્ભરતા ઘટાડવી પડશે. અમેરિકન વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારી એલિસ જી વેલ્સે કહ્યું કે, અમેરિકન સરકાર કાટ્‌સા લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. કોઇ દેશને તેમાં છૂટ નથી. ઓબામા સરકારમા કામ કરી ચૂકેલા જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર જોસુઆ ટી વ્હાઇટે કહ્યું કે, અમેરિકા રશિયાને દુનિયા માટે ઘાતક માને છે અને તેની સાથે ભારતની અબજો રૂપિયાની ડિલથી પરેશાન થવું સ્વાભાવિક છે.

Related posts

पाकिस्तान ने पंजाब से ‘भारतीय जासूस’ पकड़ने का किया दावा

aapnugujarat

सूडान: धरने पर बैठे लोगों पर सैन्य कार्रवाई, 30 लोगों की मौत

aapnugujarat

मरियम नवाज का इमरान खान पर तंज : पीएम बनने के लायक नहीं थे तो शेरवानी पहन तैयार क्यों हुए

editor

Leave a Comment

UA-96247877-1