Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીમાં ૧૫ વર્ષ જૂના પેટ્રોલ અને ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ

રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા દિલ્હીના વિસ્તારની ૧૫ વર્ષ જૂના પેટ્રોલ અને ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો પર સોમવારે પ્રતિબંધ લગાવી દિધો છે. આ સાથે જ કોર્ટે પરિવહન વિભાગને આ પ્રકારના વાહનો રસ્તા પર જોવા મળે તો તેને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પરિવહન વિભાગને આ પ્રકારની ગાડીઓની સમગ્ર યાદી વેબસાઈટ પર મુકવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે સરકાર પોતે ધ્યાન રાખીને કાર્યવાહી નથી કરતી અટલે સેન્ટ્રેલ પૉલ્યૂશન કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવું જોઈએ જેમાં લોકો પ્રદૂષણ સાથે જોડાયેલી ફરિયાદ કરી શકે.આ મામલે એમિક્સ ક્યૂરી અપરાજિતા સિંહે કોર્ટને જાણકારી આપી કે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે ૨૦૧૫માં આદેશ આપ્યા હતા પરંતુ અત્યાર સુધી તેને લાગૂ નથી કરવામાં આવ્યું. જસ્ટિસ મદન બી લોકૂરની અધ્યક્ષતા વાળી બેંચે ટિપ્પણી કરી, એનસીઆરની હાલત રોજ ખરાબ થઈ રહી છે. આપણે દરરોજ મીડિયમાં જોઈએ છીએ કે હવા એટલી ખરાબ છે કે સવારે વોક કરવું પણ નુકશાનકારક છે. આ પહેલા નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે ૧૫ વર્ષ જૂના પેટ્રોલ અને ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો દિલ્હી-રાજધાની ક્ષેત્રમાં પ્રતિબધ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વધતા પ્રદૂષણ અને પર્યાવરણને થઈ રહેલા નુકશાનને જોતા સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું દેશભરમાં ૧ એપ્રિલ ૨૦૨૦થી ભારત સ્ટેજ બીએસ ૪ શ્રેણીના વાહનો વેચાણ પર પ્રતિબંઘ લગાવવામાં આવશે.કોર્ટે એમ પણ કહ્યું કે, આવા વાહનોની સૂચિ વેબસાઇટ પર નાખવામાં આવશે. કોર્ટે કહ્યું કે, વિભાગને આ પ્રકારે વાહનોને જપ્ત કરવાને લઇને આદેશ પણ રજૂ કરવો જોઇએ.કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ આદેશ આપ્યો છે કે તે એક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યાં કે જેનાં પર નાગરિક પોતાનાં પ્રદૂષણથી સંબંધી ફરિયાદ દાખલ કરાવી શકે. ચિંતા વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે, દિલ્હી એનસીઆરની પ્રદૂષણ સ્થિતિ ખૂબ ભયાનક છે.રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સતત ચિંતાજનક થઈ રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ૩૪૧ નોંધાયો છે. આ ઘણી ખરાબ શ્રેણીમાં આવે છે.આ અધ્યયનમાં ૭૦ શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા. યાદીમાં બીજા નંબરે ગુરુગ્રામ હતુ. તેજીથી વધતા વાયુ પ્રદૂષણની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સુપ્રીમ કોર્ટે સોમવારે મોટુ એલાન કર્યુ છે. હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવતા ૧૫ વર્ષ જૂની પેટ્રોલ અને ૧૦ વર્ષ જૂની ડીઝલની ગાડીઓની યાદી માગી છે.સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ ગાડીઓની યાદી સમાચારપત્રમાં પ્રકાશિત થવી જોઈએ. દેશના સૌથી પ્રદૂષિત શહેર ફરીદાબાદથી પણ વધારે પ્રદૂષિત દિલ્હીનો આનંદ વિહાર વિસ્તાર છે. અહીંની હવા ઘણી ખતરનાક છે. દિવાળી પહેલા જ દેશમાં પ્રદૂષણના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. એવામાં અંદાજ લગાવી શકાય છે કે દિવાળી બાદ સ્થિતિ કેટલી ખરાબ થઈ શકે છે.

Related posts

મિશન ૨૦૧૯ : ૨૫૨ સીટ પર ગઠબંધન થવાની આશા

aapnugujarat

લોકસભા ચૂંટણી-૨૦૧૯ : પાંચમાં ચરણમાં કુલ ૬૭૪ ઉમેદવારના ભાવિનો ફેંસલો

aapnugujarat

૧૫ દિવસથી કેન્દ્ર સરકાર મૌન, કંઈક મોટું થશે ચોક્કસ : રાકેશ ટિકૈત

editor

Leave a Comment

UA-96247877-1