Aapnu Gujarat
રાષ્ટ્રીય

પત્ની ‘જાડી’ હોવાથી તલાક આપતાં પતિની ધરપકડ

મધ્યપ્રદેશનાં જાંબુઆ જિલ્લામાં એક વ્યક્તિ તેની પત્ની જાડી હોવાના કારણે તલાક આપ્યાં હતાં પણ કેન્દ્ર સરકારે તાજેતરમાં બનાવેલા કાયદા હેઠળ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. દેશમાં કદાચ આ પહેલો કેસ હશે કે જેમાં, થોડા મહિનાઓ પહેલા પસાર થયેલા મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઓફ રાઇટ્‌સ ઓન મેરેજ) ઓર્ડિનન્સ ૨૦૧૮ હેઠળ કોઇ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય.
આ કેસ જાંબુઆ જિલ્લાનાં મેઘનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. આરોપી આરીફ હુસૈન દિવાન અને તેની માતા હુસૈન બાનો ગુજરાતનાં દાહોદ જિલ્લાના રહેવાસી છે. આ બંને આરોપીઓ હાલ ફરાર છે. ફરિયાદી મહિલા મેઘનગરની શેરાની મહોલ્લાની રહેવાસી છે અને તેણીએ આરીફ સાથે દસ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. દંપતિને બે સંતાનો છે.
મહિલાની ફરિયાદ મુજબ, લગ્ન થયાના થોડા દિવસ પછી આરીફે તેની પજવણી ચાલુ કરી હતી અને કહેતો હતો કે, તું બહુ જાડી છે અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. આ ત્રાસથી કંટાળીને અંતે આ મહિલા તેના ભાઇના ઘરે રહેલા ચાલી ગઇ હતી.
મહિલાની આ ફરિયાદ પછી પોલીસે આરીફ અને તેની માતા સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનામાં ટ્રિપલ તલાક મામલે ઓર્ડિનન્સ પસાર કર્યો હતો. આ ઓર્ડિનન્સમાં છ મહિનાની કેદની જોગવાઇ છે.

Related posts

પોસ્ટ ઓફિસમાં એન.ઈ.એફ.ટી. અને આર.ટી.જી.એસ સુવિધા શરૂ

aapnugujarat

15 जनवरी को भारत प्रक्षेत्र के सम्मेलन का उद्घाटन करेंगे ओम बिड़ला

aapnugujarat

PM મોદીએ એમ્સ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

editor

Leave a Comment

UA-96247877-1