Aapnu Gujarat
રાષ્ટ્રીય

દુષ્કર્મથી બાળકી ગર્ભવતી થતાં પંચાયતે આરોપી-પીડિતાને સળગાવી દેવા ફરમાન કર્યું

ઝારખંડના ચાઈબાસામાં એક મહાપંચાયતે તુગલકી ફરમાન સંભાળાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઝારખંડના મંઝારી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ૧૩ વર્ષની સગીરા પર રેપ ગુજારવામાં આવ્યો હતો જે ગર્ભવતી થઈ ગઈ જેને લઈને ગામલોકોએ મહાપંચાયત બોલાવી હતી. મહાપંચાયતે આરોપી અને પીડિતાને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારીને તેમને જીવતા સળગાવી દેવાનો ફરમાન સંભળાવ્યો હતો.
બતાવવામાં આવી રહ્યું છે કે આ ચૂકાદો મહાપંચાયતે મંગળવારે સાંજે લગભગ પાંચ વાગે આપ્યો હતો. આ દરમિયાન ’હો આદિવાસી સમાજ યુવા મહાસભા’ના પદાધિકારી અને ગ્રામીણ લોકો હાજર હતા. પહેલા મહાપંચાયતે રેપ આરોપી રોબિનને પંચાયતમાં બોલાવ્યો જ્યાં તેને ગુન્હો કબૂલી લીધો. તે પછી પંચાયતે તેમને સજા સંભળાવી હતી.
આ ઘટના સામે આવ્યા બાદ પ્રશાસનમાં હડકંપ મચી ગયો. એસપી ક્રાંતિ કુમારે એસડીપીઓ અમર કુમાર પાંડેયને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમને કહ્યું કે, આ ખુબ જ ગંભીર મામલો છે. આની તપાસ કરવવામા આવી રહી છે. આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામા આવશે.
ગામલોકોના જણાવ્યા અનુસાર, આરોપી રોબિન ઉર્ફે માનસિંહ કુંકલ પોતાના મોટા ભાઈના ત્યાં કામ કરતો હતો. લગભગ બે વર્ષથી રોબિન પીડાતાના ઘરમાં રહેતો હતો. આ વચ્ચે રોબિને ડરાવીને ધમકારીને છઠ્ઠા ધોરણમાં ભણતી પોતાની ભત્રીજી સાથે રેપ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે, આવી ઘટના બીજી વખત ના ઘટે તેથી તુગલકી ફરમાન સંભળાવવામાં આવ્યો હતો.

Related posts

ભારત અને ઇઝરાયેલ વચ્ચે ૭ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરાયા

aapnugujarat

૨૦૧૯માં પીએમ બનશે શરદ પવાર, હવે મોદી લહેર ગાયબઃ પ્રફૂલ્લ પટેલ

aapnugujarat

કાર્તિની ૧૧ મિલિયનથી વધુની સંપત્તિને જપ્ત કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1