Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત અને ઇઝરાયેલ વચ્ચે ૭ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરાયા

છ દિવસના ભારત પ્રવાસે પહોંચેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ હાઉસમાં ઐતિહાસિક શિખર બેઠક યોજી હતી ત્યારબાદ સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજી હતી. બંને દેશો વચ્ચે નવ સમજૂતિ ઉપર હસ્તાકષર કરવામાં આવ્યા છે. આ પહેલા નેતાન્યાહૂ આજે રાષ્ટ્રપિતાની સમાધી ઉપર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાયબર સુરક્ષાને લઇને ભારત અને ઇઝરાયેલ વચ્ચે સહમતિ સધાઈ હતી. ફિલ્મ નિર્માણ, પેટ્રોલિયમથી લઇને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા ઇન્વેસ્ટ ઇઝરાયેલને લને બંને દેશો વચ્ચે સમજૂતિ થઇ હતી. શૌર ઉર્જાના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે સમજૂતિ થઇ છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કેટલીક લાઈનો ઇઝરાયેલી ભાષામાં કહી હતી. નેતાન્યાહૂને દોસ્ત બીબી કહીને સંબોધન કર્યુ ંહતું. બંને દેશો વચ્ચે ફિલ્મ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સંરક્ષણ, મૂડીરોકાણને લઇને સહમતિ થઇ હતી. બંને નેતાઓએ એકબીજાની પ્રશંસા પણ કરી હતી. બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે, બંને દેશ એકબીજાની પ્રગતિ અને બંને દેશોની પ્રજા માટે મળીને કામ કરશે. મોદીએ કહ્યું હતું કે, નેતાન્યાહૂ એવા સમયે ભારત આવ્યા છે જ્યારે દેશમાં જુદા જુદા તહેવારની ઉજવણી થઇ છે જેમાં મકરસંક્રાંતિ, પોંગલ અને બિહૂનો સમાવેશ થાય છે. નેતાન્યાહૂ ભારતની વિવિધતાના દર્શન કરી શકશે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, તેમના માટે આ સન્માનની બાબત છે કે, તેઓ નેતાન્યાહૂ અને તેમના પત્નિને પોતાના વતન રાજ્ય ગુજરાતમાં લઇને જનાર છે. આ એક ઐતિહાસિક ઘટના છે. આ બંને દેશો વચ્ચે ઐતિહાસિક વિરાસત પણ દર્શાવે છે. તીન મૂર્તિ ચોકનું નામ ત્રણ મૂર્તિ હાઇફા કરી દેવામાં આવ્યું છે. નેતાન્યાહૂએ વડાપ્રધાન મોદીના સંબોધન બાદ ભાવુક નિવેદન કર્યું હતું. મોદીની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, અમારી હજારો વર્ષની વિરાસતમાં આ ઐતિહાસિક ક્ષણ છે. તેમના ખાસ મિત્ર મોદી ઇઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. ભારત અને વ્યક્તિગતરીતે મોદીની શાનદાર મહેમાનનવાઝી માટે તેઓ ખુબ જ ખુશ છે. નેતાન્યાહૂએ મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેઓ એક ક્રાંતિકારી નેતા છે. તેમના પ્રયાસોથી ભારત વિશ્વમાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાસલ કરી શકશે. તેમની યાત્રાથી બંને દેશો વચ્ચેના સંબંધો એક નવા યુગની શરૂઆત થઇ છે. ભારત અને ઇઝરાયેલ બે એવા દેશ છે જેમનું ભૂતકાળ ગૌરવશાળી છે. જે પોતાના વર્તમાન ઉપર ગર્વ કરે છે. નેતાન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે, ૨૫ વર્ષથી ભારત અને ઇઝરાયેલના મજબૂત સંબંધો રહ્યા છે પરંતુ હવે બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઉંચાઈ ઉપર પહોંચ્યા છે. ફિલ્મના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સમજૂતિ થઇ છે. તેઓ પોતે અને તેમની પત્નિ બોલીવુડની ફિલ્મોને લઇને ઉત્સુક છે. વિશ્વના બીજા દેશોમાં યહૂદી લોકોને જે રીતે અલગ કરી દેવામાં આવ્યા તે રીતે ભારતમાં કરવામાં આવ્યું નથી. ભારતમાં યહૂદીઓને લઇને ક્યારેય ઘૃણાની ભાવના રહી નથી.

Related posts

નવી ચલણી નોટો જલદી ઓળખી શકાતી નથી : મુંબઈ હાઈકોર્ટ

aapnugujarat

આસામ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધીને ૧૪૫ થયો

aapnugujarat

બોસે ઉપરથી ઈશારો કર્યો તે દિવસે મ.પ્રદેશમાં સરકાર ઉથલાવી દઈશું : કૈલાશ વિજયવર્ગીય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1