Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ સરકારને પોતાના કૌભાંડને લીધે ઊંઘ આવતી નથી : ખડગે

સીબીઆઈ વિવાદ આગ જેમ પ્રસરી રહ્યો છે અને કોંગ્રેસે ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર પર હુમલા તેજ કર્યા છે.
લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે એ મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારને પોતાના ઘોટાળાના લીધે ઊંઘ આવતી નથી.દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં ખડગે જણાવ્યું કે, એક એવી કમિટી, જેના અધ્યક્ષ વડાપ્રધાન પોતે છે અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને નેતા વિપક્ષ(ખડગે) એના સભ્ય છે. આ કમિટીએ સીબીઆઈ ચીફની નિયુક્તિ કરી છે, પરંતુ સરકારે એમને(સીબીઆઈ ચીફ)ને હટાવતી વખતે કમિટીને પુછ્યું પણ નથી. સરકારે સીબીઆઈ ડાયરેક્ટરનો મામલો કમિટી સમક્ષ લાવવો જોઈતો હતો. સીવીસી પર ભારે દબાણ છે. સરકારે આ કેસમાં પોતાની મરજી ચલાવી છે. સરકારને પોતાના ઘોટાળાના કારણે ઊંઘ આવતી નથી. સરકારે રાતમાં જ સીબીઆઈનો ખેલ કરી દીધો. સરકારને ગુસ્સો આવ્યો કે સીબીઆઈ ચીફ રાફેલ ઘોટાળાની ફરિયાદ કરવા આવેલા લોકોને કેમ મળ્યા. આલોક વર્માએ અરુણ શૌરી, પ્રશાંત ભૂષણનું મેમોરેન્ડમ સરકારને પૂછ્યા વિના કેમ સ્વીકાર્યું. હવે વર્માએ એનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. તેમણે સીબીઆઈ પ્રકરણને લઈને વડાપ્રધાનને પત્ર લખ્યો હતો.મીડિયા સાથેની વાતચીતમાં ખડગે સાથે ઉપસ્થિત રહેલા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, સરકારે હવે પોતાની તપાસ એજન્સીની જાસૂસી શરુ કરી દીધી છે. સવારે આઈબીના ચાર વ્યક્તિ વડાપ્રધાનના નિર્દેશ પર વર્માના ઘરની બહાર જાસૂસ કરતા પકડાયા છે. રાતમાં સરકારને અંતરિમ સીબીઆઈ ડાયરેક્ટર નાગેશ્વર રાવ મળ્યા, એ શંકાસ્પદ છે અને વીજીએન ડેવેલ ઘોટાળો સૌની સામે છે. કોંગ્રેસે નાગેશ્વર રાવને ભ્રષ્ટ કહ્યાં છે.

Related posts

વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં : બે જાહેરસભા સંબોધવા તૈયાર

aapnugujarat

आईएनएस विराट को तोड़ने पर सुप्रीम कोर्ट ने लगाई रोक

editor

વારાણસીમાં મોદીએ મેગા રોડ શો કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1