Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાનના ઈશારે સીબીઆઈના અધિકારીઓને હટાવ્યા : શૌરી

સીબીઆઈને લઈને મચેલા ધમાસાણની વચ્ચે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને જાણીતા પત્રકાર અરુણ શૌરીએ મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. અરુણ શોરીએ કહ્યું કે, જે રીતે સરકારે અડધી રાત્રે સીબીઆઈ અધિકારીઓને છુટ્ટી પર મોકલ્યા, ઓફિસમાં દરોડા પાડ્યા, એનાથી દહેશતનો માહૌલ પેદા થઈ ગયો છે. સરકારના આ પગલાંથી સિવિલ સેવાના અધિકારીઓ અને પોલીસની હિંમત પર ખરાબ અસર પડશે.
અરુણ શૌરીએ ઉમેર્યું કે, એવું લાગે છે કે આપણે ચીન, સોવિયત સંઘ અને મિડલ ઈસ્ટમાં છીએ. જ્યાં કોઈ જ પ્રકારનો લોકતંત્ર જ નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે, શું સીબીઆઈમાં અડધી રાત્રે થયેલી બદલીમાં પીએમઓની કોઈ ભૂમિકા છે ?
તો શૌરીએ સીધો આરોપ લગાવતા કહ્યું કે, એ તો સ્વાભાવિક છે ? શું વડાપ્રધાન સિવાય કોઈ જ સરકાર છે ખરી. પીએમઓ જેવું કશુંય નથી, પરંતુ ત્યાં ફક્ત ચપરાસી, કર્મચારી અને સચિવ જ કામ કરે છે.અરુણ શૌરીએ કહ્યું કે, વડાપ્રધાન સિવાય શું સરકારના નામની કોઈ ચીજ છે. સરકાર તરફથી એક્શન પાછળ અપાયેલી દલીલ અંગે શૌરીએ કહ્યું કે, સીવીસી ફક્ત પ્યાદુ છે. કમિશનરને સ્વતંત્ર રીતે વિચારવા અને સલાહ આપવાનો અધિકાર નથી.

Related posts

બજારમાં તેજી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ સુધરી બંધ રહ્યો

aapnugujarat

चीन की कंपनियों को झटका, महाराष्ट्र सरकार ने 5000 करोड़ के समझौतों पर लगाई रोक

editor

હાર્દિક કોંગ્રેસમય : કોંગ્રેસ પાર્ટીમાં સામેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1