Aapnu Gujarat
મનોરંજન

ચિત્રાંગદા સિંહ મીટુ ઝુંબેશને લઇ ચર્ચામાં

બોલિવુડમાં નવી નવી ફ્રેશ જોડીને ચમકાવવાની પરંપરા હાલમાં ચાલી રહી છે. હવે બજાર નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સૈફઅલી ખાન અને ખુબસુરત ચિત્રાંગદાની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મને આવતીકાલે જૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં જોરદારરીતે ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું હતું. મુંબઇની કમલા મિલ્સમાં શુટિંગ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મમાં સૈફઅલી ખાન એક મોટા બિઝનેસમેનની ભૂમિકામાં નજરે પડનાર છે. જે શેર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. સૈફઅલી ખાન પણ હાલમાં વધારે ફિલ્મો કરી રહ્યો નથી. તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ રહી નથી. તેની છેલ્લી ફિલ્મ રંગુન હતી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મમાં તેની સાથે શાહિદ કપુર અને કંગના રાણાવત હતી. આ ફિલ્મમાં ત્રણેયની જોરદાર એક્ટિંગ હોવા છતાં ફિલ્મ ફ્લોપ રહી હતી. બીજી બાજુ ખુબસુરત ચિત્રાંગદાને વધારે ફિલ્મો મળી રહી નથી. તે ખુબસુરત હોવાની સાથે સાથે હોટ સ્ટાર તરીકે પણ રહી છે. તેને ફિલ્મો કરતા આઇટમ સોંગની ઓફર વધારે કરવામાં આવી રહી છે. આઇટમ સોંગમાં તેની બોલબાલા વધી રહી છે.
બોલિવુડમાં ઘણાં વર્ષો થઇ ગયા હોવા છતાં અને તમામ એક્ટિંગ કુશળતા હોવા છતાં તે મજબુત રીતે આગળ વધી શકી નથી. તે કેટલીક યોજના સાથે જ આગળ વધે છે. સૈફઅલી સાથે ફિલ્મને લઇને તે ખુશ છે.હાલમાં ચિત્રાંગદા સિંહે મીટુને લઇને ચાલી રહેલી ઝુંબેશ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી, તે ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે.

Related posts

समलैंगिकता पर फिल्में बनाई जानीं चाहिए : जरीन

aapnugujarat

ઇન્સ્ટાગ્રામની રિચ લીસ્ટમાં પ્રિયંકા ચોપડાનો સમાવેશ

editor

સલમાન- જેક્લીન રેસ-૩ ફિલ્મમાં મુખ્ય રોલમાં હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1