Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત- જાપાન વચ્ચે થશે સૈન્ય સમજૂતી

ચીનના વધતા વિસ્તારવાદી વલણને રોકવા માટે જાપાન ભારત સાથે સૈન્ય સમજૂતી કરવા માંગે છે. આ સૈન્ય સમજૂતી દ્વારા બંને દેશો એકબીજાના નેવલ બેસ સુધી પોતાની પહોંચને સુનિશ્ચિત કરી શકશે. જાપાનના રાજદૂતે કહ્યુ છે કે બંને દેશોએ પારસ્પરિક સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવ્યા છે. જેના કારણે ક્ષેત્રમાં ચીનની વધી રહેલી સક્રિયતાને નિયંત્રિત કરી શકાશે.
મહત્વપૂર્ણ છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે જાપાનની મુલાકાતે જવાના છે. બંને દેશો વચ્ચેના પ્રસ્તાવિત વાર્ષિક શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે વાટાઘાટો કરશે. વાતચીતનો મુખ્ય એજન્ડા ભારત અને જાપાનની સેનાઓની વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો રહેવાનો છે. મોદી અને શિંજોની વચ્ચે દશથી વધુ મુલાકાતો દરમિયાન ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધો ઝડપથી વિકસિત થયા છે. બંને દેશોની સેનાઓએ અમેરિકાની સેના સાથે મળીને હિંદ મહાસાગરમાં નૌસૈન્ય અભ્યાસ પણ કર્યો છે.
ભારતમાં જાપાનના રાજદૂત કેંજી હિરમાત્સુએ બંને સેનાઓ વચ્ચે સૈન્ય સમજૂતીની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યુ ચે કે ચીનની દખલગીરીના વલણને રોકવા માટે સમજૂતી થવી સ્વાભાવિક છે. આ સમજૂતી હેઠળ જાપાનના યુદ્ધજહાજોને અંદમાન-નિકોબાર ટાપુઓ સહીત ભારતના મુખ્ય નેવલ બેસોમાંથી ઈંધણ અને સર્વિસિંગ પ્રાપ્ત કરી શકશે.
અંદમાન-નિકોબાર ટાપુ સમૂહ મલક્કા સ્ટ્રેટ્‌સ પાસે આવેલો છે. અહીંથી મોટા પ્રમાણમાં જાપાન અને ચીનને વ્યાપારીક ચીજવસ્તુઓ તથા ઈંધણની આપૂર્તિ માટે જહાજોની આવન-જાવન થાય છે. ભારત અને જાપાન વચ્ચેની સૈન્ય સમજૂતીને કારણે ભારતીય નૌસૈન્ય જહાજોના રખરખાવ માટે જાપાની સુવિધાઓ પણ પ્રાપ્ત કરી શકાશે. મોદી સરકારે ૨૦૧૬માં અમેરિકા સાથે આ સૈન્ય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

Related posts

તાઉ-તે વાવાઝોડા પહેલાનો વિનાશ : કેરળમાં બે, કર્ણાટકમાં ચારનાં મોત

editor

બેંકોની એનપીએમાં ઉછાળો આવશે : આરબીઆઈ

editor

રામ સેતુ વિશે અમેરિકન ચેનલની શોધ ભાજપાનાં પક્ષમાં પુષ્ટિ કરે છે : રવિ શંકર પ્રસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1