Aapnu Gujarat
રાષ્ટ્રીય

તાઉ-તે વાવાઝોડા પહેલાનો વિનાશ : કેરળમાં બે, કર્ણાટકમાં ચારનાં મોત

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યો પર અરબ સાગરમાં સર્જાયેલા વાવાઝોડા તાઉ-તેનો ખતરો છે. કર્ણાટકના ૬ જિલ્લામાં તેની ઘણી ખરાબ અસર પડી છે. આ જિલ્લાઓના ૭૩ ગામને વાવાઝોડાના કારણે અસર થઈ છે. તાઉ-તે વાવાઝોડું ગોવાના દરિયાકિનારે ટકરાયું છે. ત્યાં પણજીમાં આની અસર જોવા મળી છે. ચક્રવાતી તોફાનના જોરપકડવાની શક્યતા જોતા ગુજરાતને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. શનિવાર રાત્રે જ અનેક કોવિડ દર્દીઓને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા. વગર વાવાઝોડાએ કેરળમાં અસર માત્રથી ૨ મોત થયા છે જ્યારે કર્ણાટકમાં ૪ મોત થયા છે. રાજ્યમાં કુલ ૭૩ ગામ આનાથી પ્રભાવિત થયા છે.
સુરત હજીરાથી ભાવનગર વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસને પણ ૧૭-૧૮ મે માટે બંધ કરી દેવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પોરબંદરના ૩૦ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં વાવાઝોડાને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. પીએમ મોદીએ તૌકતે વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારીઓની માહિતી લેવા માટે શનિવારના રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓની સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી અને સંબંધિત અધિકારીઓને લોકોને સુરક્ષિત જગ્યા પહોંચાડવા તથા વીજળી, દૂરસંચાર, સ્વાસ્થ્ય, પીવાના પાણી જેવી જરૂરી સેવાઓની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.
ચક્રવાતી તોફાન તૌકતેની અસર ફ્લાઇટ્‌સ પર પણ પડી છે. વિસ્તારા તરફથી કહેવામાં આવ્યું છે કે અરબ સાગરમાં ખરાબ હવામાનની શક્યતાના કારણે વિસ્તારા તરફથી કહેવામાં આવ્યું છે કે ચેન્નાઈ, તિરુવનંતપુરમ, કોચ્ચિ, બેંગ્લોર, મુંબઈ, પુણે, ગોવા અને અમદાવાદ માટે ફ્લાઇટ ૧૭ મે, ૨૦૨૧ સુધી પ્રભાવિત રહેવાની શક્યતા છે. ચક્રવાતી તોફાનના કારણે કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં આની અસર વધારે જોવા મળી છે. કુલ ૭૩ ગામો પ્રભાવિત થયા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ૪ લોકોના મોત થયાની માહિતી મળી છે.

Related posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૧, ૩૨૩ કરોડની જોગવાઇ

editor

अयोध्या मामले में सरकार कोर्ट के आदेश का इंतजार करेगी : अमित शाह

aapnugujarat

ભારતને ઓઈલ સપ્લાયમાં રશિયા પ્રથમ નંબરે પહોંચ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1