Aapnu Gujarat
રમતગમત

ખેલકુંભની સિદ્ધિઓના પગલે આ વર્ષે ૩૪ લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભ-૨૦૧૮માં રાજ્યભરમાંથી કુલ ૪૨,૦૯,૧૧૦ રમતવીરોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. તેમાંથી અત્યાર સુધીમાં ૩૪,૯૪,૩૫૫ એટલે કે ૮૩ ટકા રમતવીરોએ વિવિધ ૩૪ રમતોમાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં અલગ અલગ ૭ વયજુથની ૩૪ રમતોની શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન, જિલ્લા, મહાનગરપાલિકા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓ પૈકી હાલમાં જિલ્લા કક્ષા સુધીની સ્પર્ધાઓ પૂર્ણ થઇ છે તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે. જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને રૂ.૪૦ કરોડના રોકડ પુરસ્કાર અને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાઓને પણ રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવનાર છે.
ગુજરાતના ખેલાડીઓએ ચાલુ વર્ષે વૈશ્વિક સ્તરની રમતોમાં ગોલ્ડ મેડલ સાથે એકથી વધુ સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતના ૬ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. જેમાં કુ.સરિતા ગાયકવાડે એથ્લેટીક્સ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કર્યુ છે ઉપરાંત ટેનિસ સ્ટાર કુ.અંકિતા રૈના, ટેબલ ટેનિસ સ્ટાર શ્રી માનવ ઠક્કર અને શ્રી હરમિત દેસાઇએ પણ મેડલ મેળવી ઇન્ટરનેશનલ સિદ્ધિ મેળવી છે જે ગુજરાતનું ગૌરવ છે
કુ.પારૂલ પરમારે જકાર્તા, ઇન્ડોનેશીયા ખાતે યોજાયેલ પેરા એશિયન ગેમ્સ-૨૦૧૮માં બેડમિન્ટનમાં સિંગલ ઇવેન્ટમાં ઉજી-જીન્-૩ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. કુ.પારૂલ પરમાર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ખાતે જિલ્લા કોચ તરીકે ફરજ બજાવે છે. મ્યાનમાર ખાતે યોજાયેલ એશિયન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપ-૨૦૧૮માં ગુજરાતની કુ.તસ્નીમ મીરએ બેડમિન્ટનમાં ડબલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જેને રાજ્ય સરકારની ખેલાડીઓને આર્થિક મદદ માટેની શક્તિદુત યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ.૧૫.૬૨ લાખની નિડબેઝ સહાય આપવામાં આવી છે.

Related posts

पहले हम धोनी को देख चुके, अब पंड्या ने भी वही खेल दिखाया : लैंगर

editor

આજે ભારત – વેસ્ટઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

aapnugujarat

પાકિસ્તાન અન્ડર-૧૯ રાષ્ટ્રીય ટીમના કોચ બનવાના પ્રસ્તાવને યુનુસ ખાને નકાર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1