Aapnu Gujarat
Uncategorized

ગુજરાતના એકમાત્ર “સ્વચ્છ આઇકોનિક પ્લેસ” સોમનાથ મંદિરને સ્વચ્છતા અંગેનો એવોર્ડ એનાયત

ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ ડ્રીંકીગ વોટર એન્ડ સેનીટેશન દ્વારા સમગ્ર ભારતના 30 જેટલા સ્થળોને ત્રણ તબક્કામાં સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે જાહેર કરેલ છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સોમનાથ મંદિરનો બીજા તબક્કામાં સમાવેશ કરાયો છે. આ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોને તદ્દન સ્વચ્છ સ્થળો તરીકે વિકસાવી રાષ્ટ્રની સ્વચ્છ રાષ્ટ્ર તરીકેની છબી ઉભી કરવાનો છે. આ માટે ભારત સરકાર કોઇ ફંડ આપતી નથી, પરંતુ જે તે સ્થળે મદદરૂપ થવા સી.એસ.આર પાર્ટનર નક્કિ કરી આપે છે. સોમનાથ મંદિરના સી.એસ.આર. પાર્ટનર તરીકે આઇડીયા સેલ્યુલર લિમીટેડને જાહેર કરેલ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ કામગીરીનું સંકલન અને નિયંત્રણ કરે છે.
ભારત સરકાર દ્વારા જે સ્વચ્છ આઇકોનીક પ્લેસની શ્રેણી બનાવવામાં આવી છે તેમાં વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં દ્વિતીય પુરસ્કાર તા.૦૨/૧૦/૨૦૧૮ના રોજ ભારતીય પ્રવાસન કેન્દ્ર દિલ્હી ખાતે માન. સુશ્રી ઉમાભારતીજી માન.મંત્રીશ્રી પેયજળ એવમ સ્વચ્છતા. ભારત સરકારના હસ્તે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. એવોર્ડ સ્વીકાર માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી કીરીટભાઇ અધવર્યુ, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, શ્રી હિતેષ દામોદ્રા તથા સવજીભાઈ ચૌહાણ, સ્વચ્છ આઇકોનીક પ્લેસ ના સીએસઆર પાર્ટનર આઇડિયા સેલ્યુલર કંપનીના અધિકારીઓ તેમનું બિવિજીના ગુજરાત હેડ શ્રી સંજય માને ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ભિલોડામાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં હાથ ધરાઈ

editor

અમરેલી-ધોરાજીમાં આજે લોકસભા ક્લસ્ટર સંમેલન

aapnugujarat

કુંવરજી સામે આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1