Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આજે ભારત – વેસ્ટઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી રાજકોટ ખાતે ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ટેસ્ટ મેચ રોમાંચક બની શકે છે. બંને ટીંમો મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓને તક આપવા માટે તૈયાર છે. કેટલાક યુવા સ્ટાર માટે તો આ શ્રેણી ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરવા માટે મંચ તરીકે સાબિત થનાર છે.
ભારત તરફથી ટેસ્ટ મેચમાં પૃથ્વી શો, મયંક અગ્રવાલ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ એન્ટ્રી કરી શકે છે.૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. આ વખતે પણ ટીમ પાસે આવા જ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ટેસ્ટ મેચના એક દિવસ પહેલા બીસીસીઆઇ દ્વારા પ્રથમ વખત પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ યાદીમાં મુંબઇના યુવા બેટ્‌સમેન પૃથ્વી શોનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. યુવા પૃથ્વી શો કેએલ રાહુલની સાથે ભારતીય ટીમની ઇનિગ્સની શરૂઆત કરશે. ઇલેવનની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મયંક અગ્રવાલની જગ્યાએ શોને તક આપવામાં આવી છે. અગ્રવાલ સ્થાનિક ક્રિકેટમાં અને ખાસ કરીને એ ટીમ તરફથી જંગી રન બનાવ્યા બાદ ટીમમાં સામેલ થયો હતો. રવિચન્દ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના રૂપમાં ત્રણ સ્પીનરોને રાખવામાં આવ્યા છે. ૧૮ વર્ષીય પૃથ્વી શો જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. અંડર-૧૯ વર્લ્ડ કપ ભારતીય ટીમના કેપ્ટન પૃથ્વી શો ૧૪ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૫૬.૭૨ રનની સરેરાથ સાથે ૧૪૧૮ રન બનાવી ચુક્યા છે. તે સાત સદી ફટકારી ચુક્યો છે. સાથે સાથે પાંચ અડધી સદી પણ કરી ચુક્યો છે. જેસન હોલ્ડર ઓલરાઉન્ડ તરીકે ઉભરીને આવ્યો છે. તે ૨૬ વર્ષીય છે અને બે સદી અને સાત અડધી સદી ફટકારી ચુક્યો છે. ઉપરાંત ૩૪ ટેસ્ટ મેચોમાં ૮૧ વિકેટ પણ ઝડપી ચુક્યો છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ વિરાટ કોહલી પણ વધુ એક રેકોર્ડ બનાવવા મેદાનમાં ઉતરશે. વિન્ડિઝ સામે બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં કોહલી ૧૫ સભ્યોની ટીમનું નેતૃત્વ કરનાર છે. એશિયા કપમાં વિરાટ કોહલી રમ્યો ન હતો. વિરાટ કોહલી બીજી વખત ટીમ ઇન્ડિયા સાથે વિન્ડિઝ શ્રેણીમાં જોડાશે. વિરાટ કોહલી દરેક નવી શ્રેણીમાં નવા રેકોર્ડ સાથે ઉતરી રહ્યો છે. વિન્ડિઝ સામે ૫૩૯ રનના રેકોર્ડથી તે પાછળ રહેલો છે. વિન્ડિઝ સામે સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ૨૭૪૬ રન કર્યા છે. બીજી બાજુ વેસ્ટ ઇન્ડિઝને રાજકોટ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા જ મોટો ફટકો પડ્યો છે. કારણ કે ઝડપી બોલર રોચ રમનાર નથી. વિન્ડીઝના કોચ સ્ટુઅર્ટ લોએ કહ્યું છે કે, કેમાર રોચ ખુબ જ અનુભવી ઝડપી બોલર છે. તેની પાસે કુશળતા રહેલી છે. ભારતમાં તે શાનદાર દેખાવ કરી ચુક્યો છે. રોચ વેસ્ટઇન્ડિઝના અનુભવી ખેલાડી પૈકીનો છે. તે ૪૮ ટેસ્ટ મેચોમાં ૨૮.૩૧ રનની સરેરાશ સાથે ૧૬૩ વિકેટ ઝડપી ચુક્યો છે. વિન્ડિઝની ટીમમાં હજુ પણ ઝડપી આક્રમકની ટીમ છે જેમાં ગાબ્રિયેલ ૩૭ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેસન હોલ્ડર ૩૪ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. કિમો પોલ એક ટેસ્ટ મેચ અને સરમન લુઇસ નવો ખેલાડી છે. આ ઝડપી બોલરો ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી શકે છે. લુઇસને જોસેફની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. અમારી પાસે કિમો પોલ અને લુઇસ જેવા પ્રતિભાશાળી ખેલાડી છે.ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે દેખાઇ રહી છે. ટીમ ઇન્ડિયા હાલમાં એશિયા કપ જીતીને પરત ફરી છે. જો કે ટેસ્ટ ટીમમાં ખેલાડીઓ બદલાઇ ગયા છે. રહાણે, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અને વિરાટ કોહલી પર તમામ બાબતો આધારિત રહેલી છે. પુજારાએ હજુ સુધી ૬૨ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી ૧૫ સદી સાથે ૪૮૦૯ રન કર્યા છે. આવી જ રીતે રહાણેએ ૫૦ ટેસ્ટ મેચ રમી છે અને નવ સદી સાથે ૩૧૫૦ રન કર્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામ પર કર્યા છે. તે ૭૧ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેમાં ૨૩ સદી સાથે ૬૧૪૭ રન બનાવી ચુક્યો છે. તે ૧૯ અડધી સદી પણ ફટકારી ચુક્યો છે. તેના ધરખમ દેખાવના કારણે જ ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ મેચોમા પણ જોરદાર દેખાવ કરી રહી છે. મેચને લઇને રાજકોટમાં તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.

Related posts

સગીરા રેપ કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા

aapnugujarat

कथनी-करनी में भेद साबित करता हैं पीएम का बयान : मायावती

aapnugujarat

ચૂંટણી વેળા રાહુલ જનોઇધારી હિન્દુ હોવા ઢોંગ કરે છે : યોગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1