Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી ઑક્ટોબરમાં જાપાન,નવેમ્બરમાં સિંગાપોર,ડિસેમ્બરમાં આર્જેન્ટીના જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા ત્રણ મહિનામાં ત્રણ દેશોની યાત્રા કરશે. ઓકટોબર તેઓ જાપાનની યાત્રા પર જશે જાપાન યાત્રા દ્વિપક્ષીય સંબંધોને મજબુતી આપવાના હેતુથી થશે. ત્યારબાદ તેઓ ૧૪-૧૫ નવેમ્બરે ઇસ્ટ એશિયા સમિટના માટે સિંગાપોર જશે.
આ વર્ષની તેમની અંતિમ વિદેશ યાત્રા આર્જેન્ટિનાની હશે. તે ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરે જી-૨૦ સમિટ માટે આર્જેન્ટિના જશે. સુત્રોએ કહ્યું કે વડાપ્રધાન આવતા ૬ મહિનાનો સંભવિત કાર્યક્રમ નકકી હોય છે. હાલમાં વડાપ્રધાને ડિસેમ્બરના શરૂઆતી સપ્તાહ બાદ કોઇ પણ વિદેશ યાત્રાનાં પ્લાન પર હજુ સુધી સંમતિ વ્યકત કરી નથી. માનવામાં આવી રહ્યું છે કે, દેશમાં ચુંટણીની કવાયતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન ડિસેમ્બર બાદથી કોઇપણ વિદેશ યાત્રાનો કાર્યક્રમ મંજુર કરશે નહીં. આ દરમ્યાન જાન્યુઆરીમાં પ્રજાસતાક દિવસ સમારોહમાં અતિથિ તરીકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતનું આમંત્રણ સ્વીકારશે તો ભારતીય કાર્યક્રમની રૂપરેખા પણ આ પ્રકારે તૈયાર કરવામાં આવી છે.

Related posts

मुकेश अंबानी लगातार आठवें साल भी सबसे अमीर भारतीय

aapnugujarat

ઈન્દોરમાં કારની ટક્કરથી ઇમારત પડતાં ૧૦નાંમોત

aapnugujarat

રાજસ્થાન ચૂંટણી : મોદી-શાહ દર મહિને પહોંચે તેવી તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1