Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાન ચૂંટણી : મોદી-શાહ દર મહિને પહોંચે તેવી તૈયારી

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી માટેની તૈયારી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા કરવામાં આવી ચુકી છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે ખાસ તૈયારીઓ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ હવે દર મહિને રાજસ્થાન પહોંચે તેવી તૈયારી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ઘડી કાઢવામાં આવેલી રણનીતિ હેઠળ દર મહિનામાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે. દરેક રેલીમાં દોઢથી બે લાખ લોકોને એકત્રિત કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલમાં ચાર મહિના માટે તૈયાર કરવામાં આવેલી રણનીતિ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને દર મહિને રાજસ્થાન બોલાવવામાં આવશે. દર મહિનામાં એક મોટી રેલી અને શિલાન્યાસ કાર્યક્રમો યોજવામાં આવશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ ચતુર્વેદી, રાજેન્દ્રસિંહ રાઠોડ, અશોક પરનાની, યુનુસ ખાન, સંગઠનના મહામંત્રી ચંદ્રશેખર દ્વારા છેલ્લા દિવસોમાં ગુપ્ત બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકમાં આ પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. પાર્ટીના સુત્રોના કહેવા મુજબ પીએમઓ દ્વારા રાજ્ય સરકારની પ્રદેશના એક ડઝનથી વધુ સ્થળોની માહિતી માંગી છે જ્યાં મોદીથી શિલાન્યાસ અને ઉદ્‌ઘાટનના કાર્યક્રમોમાં કરાવવામાં આવશે. આમાંથી હજુ સુધી ૧૨થી બે સ્થાન નક્કી કરવામાં આવી ચુક્યા છે. બેઠકમાં જુલાઈથી ઓક્ટોબર સુધી રણનીતિ તૈયાર કરીને તેને અમલી કરવા માટે તૈયારી કરાઈ છે. પાર્ટીના સુત્રોના કહેવા મુજબ મોદીને રાજ્યના ચારેય હિસ્સામાં લઇ જવામાં આવશે. પાર્ટીએ ઉત્તરપૂર્વીય રાજસ્થાનમાં મોદીને લાવવા માટે જગ્યા નક્કી કરી લેવામાં આવી છે. આમાંથી બેનું ધાર્મિક મહત્વ રહેલું છે.
પૂર્વીય રાજસ્થાનમાં મોદીને હિન્દુ મલકોટ, ઉત્તરીય રાજસ્થાનમાં ગોવર્ધન સર્કિટમાં લાવવામાં આવશે. બંને સ્થળો પર નવા માર્ગોની શિલાન્યાસ વિધિ કરવામાં આવશે. કેન્દ્રની મહત્વકાંક્ષી ભારતમાલા યોજનાની તેઓ આધારશીલા મુકનાર છે. ભાજપ ઉપરાંત કોંગ્રેસ તરફથી પણ આક્રમક તૈયારીઓ થઇ રહી છે. કર્ણાટકની જેમ જ રાજસ્થાનની ચૂંટણી પણ હાઈવોલ્ટેજ બને તેવી વકી છે.

Related posts

जगन सरकार ने पूर्व सीएम नायडू के बाद अब उनके परिवार की सुरक्षा घटाने का किया फैसला

aapnugujarat

સંસદનો સામનો કરવા માટેની મોદીમાં હિંમત નથી : સોનિયા

aapnugujarat

ભારતની પ્રથમ સ્વદેશી વેક્સીનના પ્રથમ તબક્કાના ટ્રાયલ સફળ

editor

Leave a Comment

UA-96247877-1