Aapnu Gujarat
Uncategorized

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

બોલિવુડ સુપર સ્ટાર રીતિક રોશન અને સુઝેનના સંબંધોને લઈને હંમેશા ચર્ચા રહી છે. સુઝેન સાથેના સંબંધો ૨૦૧૪માં તૂટી ગયા બાદ પણ રીતિક રોશન હજુ પણ સુઝેનની સંપૂર્ણપણે કાળજી લે છે. હાલમાં જ રીતિક રોશને સુઝેન માટે નવા ભવ્ય આવાસની ખરીદી પણ કરી છે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે બંને સમાધાનની દિશામાં આગળ વધી રહ્યા છે. આવા ઘણા પ્રસંગ હાલમાં જ આવ્યા છે જ્યારે બંને સાથે પણ આવ્યા છે. જેના ભાગરૂપે રીતિક રોશન અને સુઝેન બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરવા જાન્યુઆરી મહિનામાં દુબઈ ગયા હતા. ત્યારબાદ રીતિક રોશનની ફિલ્મ કાબીલ રજુ કરવામાં આવી ત્યારે સુઝેન ફિલમ નિહાળવા માટે રીતિકની સાથે નજરે પડી હતી. આ ઉપરાંત રીતિક રોશનના જન્મ દિવસે પણ બંને ભેગા થયા હતા. જાન્યુઆરી મહિનામાં બંને અનેક પ્રસંગોએ બાળકોની સાથે એકત્રિત થયા હતા. રીતિકના ૪૩માં જન્મ દિવસે પાર્ટીમાં પણ સુઝેન ઉપસ્થિત રહી હતી. ત્યારબાદ રીતીકે ઓન રેકોર્ડ કહ્યું હતું કે તે સુઝેનને હજુ પણ પસંદ કરે છે. હવે એવું જાણવા મળ્યું છે કે રીતિક રોશને મુંબઈમાં સુઝેન માટે એક ભવ્ય આવાસની ખરીદી કરી લીધી છે. બંને અલગ રીતે રહેતા હોવા છતાં રીતિક તેની પૂર્વ પત્ની અને બાળકોની પુરતી કાળજી લે છે. આ એપાર્ટમેન્ટની ખરીદી હાલમાં જ કરાઈ હતી. જે તેના સત્તાવાર નિવાસસ્થાનથી માત્ર ૧૫ મિનિટના અંતરે છે. અપર જુહુમાં આ આવાસની ખરીદી કરવામાં આવી હતી. રીતિક રોશનના માતા-પિતા રાકેશ અને પિન્કી રોશન પણ સુઝેનની નજીક જવાના પ્રયાસ કરી રહ્યા છે. સુઝેનના માતા-પિતા સંજય અને ઝરીનખાનની સાથે પણ વાતચીત ચાલી રહી છે. તેમની વચ્ચે છૂટાછેડાની સ્થિતિ બાદ સુઝેન હજુ સુધી અંધેરીમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

Related posts

ગુજરાત રાજ્ય ઓબીસી નિગમનાં ચેરમેન નરેન્દ્રબાપુએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

ગોંડલ નજીક મગફળીના ગોડાઉનમાં આગ

aapnugujarat

બીડીની ફૂંકથી કેન્સર મટાડતા બાબાનો ગોરખધંધો બંધ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1