Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ : ૧૮નાં મોત

ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ ગઇ છે. કેટલાક જિલ્લાઓમાં પુરનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્યમાં હાલત કફોડી બની રહી છે. કેરળ બાદ હવે ઉત્તરપ્રદેશમાં હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. મોનસુનના પરિણામ સ્વરુપે દેશના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલી છે. ઉત્તરપ્રદેશમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને વિજળી પડવા સંબંધિત ઘટનાઓમાં ૧૮થી વધુ લોકોના મોત થઇ ગયા છે. શનિવારે મોડીરાત્રે સરદ તાલુકા ક્ષેત્રમાં શમશેદપુર ગામમાં વિજળી પડતા પાંચના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. બીજી બાજુ નબીપુર ગામમાં વિજળી પડતા એક બાળકીનું મોત થયું હતું. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ઉત્તરપ્રદેશમાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. વરસાદના પરિણામ સ્વરુપે અનેક જિલ્લાઓમાં કાચા મકાનો ધરાશાયી થઇ ગયા છે. ગુરુવારથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના પરિણામ સ્વરુપે મોટાભાગની નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. પુરના કારણે કેટલાક જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળો ઉપર જતાં રહેવાની ફરજ પડી છે. હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે, હજુ ભારે વરસાદ ઇ શકે છે. ઉન્નાવ નદીમાં ગંગા નદી ખતરાના સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. સદર કોતવાલી વિસ્તારમાં ગંગાઘાટ વિસ્તારમાં ઇન્દિરાનગર, રવિદાસ નગર, ચંપાપૂર્વા, કરબલા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી બચાવ કામગીરી માટે નૌકાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સદર તાલુકાના મજરામાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા પણ થઇ ગયા છે. બારાબંકી જિલ્લામાં પુર પ્રભાવિત વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. સુરતગંજ, રામનગર, શિરોલી ગોસપુર સહિતના વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. મળેલી માહિી મુજબ બહરાઈચ, ગોંડા, બારાબંકી, સિતાપુર, લખીમપુર-ખિરી, હરદોઈ, ફરુખાબાદ, સુલ્તાનપુર, ફૈઝાબાદ, અયોધ્યા સહિત કેટલાક જિલ્લામાં પુરના કારણે હાલત કફોડી બનેલી છે. પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઇને જનજીવન પણ ખોરવાઈ ગયું છે. પાટનગર લખનૌ સહિત સીતાપુર, હરદોઈ, ગોંડા, અયોધ્યા, ફૈઝાબાદ, કાનપુરમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના લીધે માર્ગો પણ તળાવોમાં ફેરવાઈ ગયા છે. નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. લખીમપુર-ખીરીમાં પલિયાકલા નદીમાં શારદા નદીમા૩ં પાણીની સપાટી ભયજનક સ્તરથી એક મીટર ૮૦ સેન્ટીમીટર ઉપર પહોંચી ગઈ છે જ્યારે ખાખરા નદી અયોધ્યામાં ભયજનક સ્તરથી ૪૦ સેન્ટીમીટર ઉપર પહોંચી ગઈ છે. બારાબંકીના એલ્વિન બ્રિજ ઉપર પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. ગોંડાના ચંદ્રીદીપઘાટ ઉપર પાણીની સપાટી વધી ગઈ છે. કાનપુર ગ્રામીણ વિસ્તારમાં પણ હાલત કફોડી બનેલી છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલી છે. એકબાજુ કેરળમાં જનજીવન સામાન્ય બની રહ્યું છે ત્યારે બીજી બાજુ હવે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ખતરો વધી રહ્યો છે. સ્થિતિમાં સુધારો થતાં સમય લાગી શકે છે. કારણ કે, ઉત્તરપ્રદેશ માટે હવામાન વિભાગે હજુ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. નેપાળથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે મુશ્કેલી વધી રહી છે.

Related posts

ખેડૂત આંદોલનના સમર્થનમાં ૨૪ જાન્યુઆરીએ ખેડૂત સભા

editor

મંદિરનો મામલો જીતીશું અને કલમ ૩૭૦ દૂર થશે : સ્વામી

aapnugujarat

नंबर है तो BJP क्यों नहीं बनाती सरकार..?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1