Aapnu Gujarat
Uncategorized

મામાએ ભાણેજ પર દુષ્કર્મ આચર્યું

જામનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચાવનાર બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે કૌટુંબિક મામાએ જ ૯ વર્ષની ભાણેજ પર બે વખત બળાત્કાર ગુર્જાયાની ઘટનાએ ધ્રુણા ઉપજાવી છે. સતત બે દિવસ બે વખત વાસનાનો ભોગ બનેલ બાળકીને ગઇકાલે રાત્રે જામનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજી તરફ કાલાવડ ગ્રામ્ય પોલીસે તત્વરીત તપાસ હાથ ધરી આરોપીના સગડ મેળવવા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. વાસના સંતોષી નાશી ગયો આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
બે માસ પૂર્વે દ્વારકા જિલ્લાના કુરંગા ગામે ઘડી ડીટરજન કંપનીમાં એક શ્રમીક પરિવારની માસુમ બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ પ્રકરણની તપાસ ઠેરની ઠેર છે ત્યાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે વધુ શ્રમીક પરિવારની ૯ વર્ષીય માસુમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યાનો બનાવ સામે આવતા પવિત્ર શ્રાવણ માસમાં જિલ્લાને લાંછન લાગ્યું છે. પ્રાપ્તો વિગતો મુજબ ખંઢેરામાં રહેતા અને મજુરી કામ કરતા એક પરિવારની ૯ વર્ષીય બાળા પોતાના ઘરે ગત શનિવારે એકલી હતી ત્યારે બાળકીના કૌટુંબિક મામા મુન્ના નાથા પરમાર (ઉ.વ.૪૦) પરિવારના ઘરે આવી પહોચ્યો હતો. બાળકીની એકલતાને જોઇ વાસના સવાર થઇ જતાં નરાધમ કૌટુંબિક મામાએ બાળકી પર બળાત્કાર ગુર્જાયો હતો. આ અંગેની કોઇને જાણ કરીશ તો મારી નાખીશ એમ પણ કૌટુંબિક મામા દ્વારા ધમકી આપવામાં આવી હતી.
ત્યારબાદ બીજા દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે ઘરે પહોચી જઇ નરાધમે તેણીનો એકલતાનો લાભ લઇ ફરી વખત બળાત્કાર ગુજારી બાળકીને ડરાવી ધમકમાવી હતી. દરમિયાન ગઇકાલે આ વાતને છુપાવીને હતપ્રત બની ગયેલી બાળકીને એકાએક પેટનો દુઃખાવો ઉપડતા તેણીના પરિવારજનોએ આ બાબતે પુછતા સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ બાળકીના પરિવારજનોએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી બાળકીને તાત્કાલીક જામનગર ખસેડી હતી. આ બનાવે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.

Related posts

વિજાપુર બવાહીર વ્હોરા સમાજનો દીકરો ઓનલાઇન ડીજીટલ સ્ટોરી ટેલેન્ટ ની સ્પર્ધા માં પ્રથમ આવ્યો

editor

ત્રણ જિલ્લાના છ બૂથ પર ૧૪ ડિસેમ્બરે ફેર મતદાન

aapnugujarat

ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે રૂરલ ક્રિકેટ ટીમનુ કરાયુ સિલેક્શન

editor

Leave a Comment

UA-96247877-1