Aapnu Gujarat
ગુજરાત

વાજપેયીએ સોમનાથ દર્શન વખતે લૂંટારા ગઝની વિશે કરી હતી આ વાત

આજે જ્યારે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી આપણી વચ્ચે રહ્યાં નથી. ત્યારે તેમની કેટલીક યાદગાર પળો અને ઘટના જાણવા જેવી છે. અટલબિહારી વાજપેયીએ 21 ઓક્ટોબર 2001ના દિવસે સોમનાથ મહાદેવની કરેલી મુલાકાતની એક રોચક ઘટના જણાવીશું. અટલબિહારી વાજપેયીએ સોમનાથ મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા સુવર્ણજયંતીના રોજ સોમનાથ મહાદેવના કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે હાજરી આપી હતી. ત્યારે તેમની સાથે લાલકૃષ્ણ અડવાણી તથા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં હતા. તેમનો સોમનાથ મહાદેવના દર્શન કરતો અલૌકીક ફોટો જોવા મળે છે. સાથે જ સોમનાથ મહાદેવ અને હિન્દુ સંસ્કૃતિ પર અટલબિહારી વાજપેયીનો એક એવો વિડિઓ કે જે તેમની દૂર દ્રષ્ટી તથા તેમનું અસામાન્ય તત્વજ્ઞાન બતાવે છે.

તેઓ કહે છે કે હું જ્યારે અફઘાનિસ્તાનમાં ગયેલો ત્યારે ત્યાં હું ગઝની વિસ્તારમાં ગયો હતો. સાવ સામાન્ય એવો વિસ્તાર કે જ્યાં ધૂળની ડમરીઓ ઉડે છે. તેવા વિસ્તારમાંથી એક લૂંટારો લૂંટારાઓને ભેગા કરીને સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરે છે. ત્યારે આપણે સમાજના મોટા ભાગના લોકોને હથિયારોથી આપણે દૂર કર્યા હતા. હથિયાર વાપરવાની આમને અનુમતી નહીં તેવી આપણી વ્યવસ્થાએ આપણા દેશને હાનિ પહોંચાડી હતી. સોમનાથના પૂજારીઓએ સોમનાથ પરનો હુમલો જોયો છે. ત્યારે આપણી એકતાની કમીએ આપણા દેશની ગરિમાને હાનિ પહોંચાડી હતી. ઇન્ડોનેશિયામાં બાલીમાં આજે પણ રામલીલાનું મંચ પર મુદ્રણ કરવામાં આવે છે. મુસ્લિમો પણ ભરતીય સંસ્કૃતિ સાથે તાદાત્મ્ય ધરાવે છે. અફઘાનના લોકો આજે પણ કનિષ્કને પોતાનો પૂર્વજ માને છે. ત્યારે ગૌરવથી કહી શકાય કે ભારત બુનિયાદી રીતે હિન્દુ રાષ્ટ્ર છે.

આમ સોમનાથની તેમની મુલાકાત અને સોમનાથ અને હિન્દુ સંસ્કૃતિ પરના અટલબિહારી વાજપેયીના વિચારો તેમની “ન ભૂતો ન ભવિષ્યતી” એટલે કે તેમના સ્તરના વ્યક્તિ, નેતા, વિચારક અને તત્વચિંતક ના તો થયેલા અને ના તો થશે તે ચોક્કસથી કહી શકાય.

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

अहमदाबाद : चार दिन में उल्टी-दस्त के ७६ केस

aapnugujarat

સમગ્ર જુલાઇ મહિના દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારવાની કામગીરી હાથ ધરાશે 

aapnugujarat

હિંમતનગરની માં ગાયનેક હોસ્પિટલ વિરુદ્ધ સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર સોંપ્યુ

editor

Leave a Comment

UA-96247877-1