Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક છે અને તેઓને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. અટલજીને દાખલ કરાયાનાં સમાચાર આવતાંની સાથે જ ભાજપ અને ઉત્તરાખંડ સરકારે તેમનાં તમામ કાર્યક્રમો રદ કરી દીધાં છે. આજે સવારથી દિગ્ગજ નેતાઓ તેમનાં ખબર-અંતર પૂછવા પહોંચવા લાગ્યાં છે જેમાં સૌથી પહેલાં ઉપરાષ્ટ્રપતિ વૈક્યા નાયડુ પહોંચ્યાં હતાં. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિતનાં ઘણાં નેતાઓ એઈમ્સ પહોંચી ગયા છે. એઈમ્સ તરફતી એક પ્રેસ બુલેટિન રિલીઝ કરાઈ છે જેમાં અટલની સ્થિતિ ઘણી ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અટલજી છેલ્લાં ૯ વર્ષથી બિમાર છે અને હાલ દેશભરમાં તેમનાં સમર્થકો અને પ્રશંસકો અટલજીનાં સ્વાસ્થ્ય સુધારો થાય તેનાં માટે હોમ-હવન કરી રહ્યાં છે.

Related posts

हम नहीं गिरा रहे मध्य प्रदेश की सरकार : शिवराज चौहान

aapnugujarat

અરુણાચલ પ્રદેશ, સાઉથ સ્થિત તિબ્બેટનો હિસ્સો છે : ચીન

aapnugujarat

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન તુટે તેવા એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1