Aapnu Gujarat
ગુજરાત

છોટા ઉદેપુરમાં દારૂની ખેપ મારતો પોલીસ ઝડપાયો

છોટા ઉદેપુર જીલ્લામા ફરી એક વાર દારૂનો ધંધો કરતા પોલીસને પોલીસે જ ઝડપી પાડ્યો છે. આ અગાઉ પણ દોઢ મહીના પહેલા કદવાલ પોલીસના પી.એસ.આઈ.ના સરકારી રહેણાંક મકાનમાથી દારૂ ઝડપાયો હતો. છોટાઉદેપુર ગુજરાતનો છેવાડા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલો જીલ્લો છે. જંગલ અને ડુંગરાળ વિસ્તારમાંથી બુટલેગરો સરળતાથી ગુજરાતમા દારૂ ઘૂસાડવાનું કામ કરતા હોય છે. પોલીસના હાથે કેટલીય વાર બુટલેગરો ઝડપાઇ પણ જતા હોય છે. હાલ જે દારૂની ખેપ મારતો જે આરોપી ઝડપાયો છે તે બૂટલેગર નહિ પણ પોલીસની હાથે ઝડપાયેલ પોલીસ કર્મચારી જ છે.
વધુ પૈસા કમાવાની લાલસામા પોલીસની વર્ધીને કાળો ડાઘ લાગરનાર પોલીસના સકંજામાં પોતાનું મોઢું છુપાવતો હતો. તેનું નામ છે વિઠ્ઠલ વણકર કે જે વડોદરા ખાતે ટ્રાફિક પોલીસમા ફરજ બજાવે છે. વિઠ્ઠલ વણકર સહિત કારમા બેસેલ એક મહિલા પોલીસના સકંજામાંમા આવી ગઈ છે
આર આર સેલને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી એક કાર આવી રહી છે જેમાં વિદેશી દારૂ છે. આર આર સેલે કવાટ તાલુકાના ચાપરિયા ગામ પાસે વોચ ગોઠવી જે રીતની આર આર સેલને બાતમી મળી હતી તેવી જ કાર આવતા તેને ઝડપી પાડી તપાસ કરતા કારમા વિદેશી દારૂ મળી આવ્યો હતો. રૂ.૧,૩૯,૪૫૦ના વિદેશી દારૂ અને કાર સહિત રૂ.૬,૬૪,૭૬૦/- ના મુદ્દામાલને કબજે લેધેલ છે. તો જે દારૂ ડભોઈ તાલુકાના સાઠોદ ગામના રાજવીરને પહોંચાડવાનો હતો તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

Related posts

ગુજરાત કોંગ્રેસ પક્ષ નેતાનું નામ એક-બે દિનમાં જાહેર થવાની વકી

aapnugujarat

ગુજરાતમાં નવી કેબિનેટમાં અનેક નવા ચહેરાઓ રહેશે

aapnugujarat

ડભોઈના ૮૦૦ વર્ષ જૂના બદ્રીનારાયણ મંદિરના શિખરે સુવર્ણ કળશ બિરાજમાન

editor

Leave a Comment

UA-96247877-1