Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્વાતિ માલીવાલે ૧૬ છોકરીઓને બચાવી

મહિલા આયોગે મોટી કાર્યવાહી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આયોગ દ્વારા મુનિરકા વિસ્તારમાંથી ૧૬ છોકરીઓને બચાવી લેવામાં આવી છે. આ છોકરીઓને નેપાળથી અપહરણ કરીને લાવવામાં આવી હતી. જો કે, આ મામલે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના અંગે મળતી જાણકારી અનુસાર ગત મોડી રાતે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે આ સ્થળે છાપો મારેલ, જેમાં કેટલીક છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. આ છોકરીઓ નેપાળથી લાવવામાં આવી હતી અને કુવૈત મોકલવામાં આવી રહી હતી.
આ છોકરીઓ પાસે રહેલા પાસપોર્ટ દલાલોએ છીનવી લીધા હતા અને એક બંધ ઓરડીમાં આ ૧૬ છોકરીઓને બંધ રાખવામાં આવી હતી.
જો કે, આ મામલે મળેલ જાણકારી અનુસાર આ સિલસિલો છેલ્લા ૮ મહિનાથી ચાલ્યો આવતો હતો. આપને જણાવી દઇએ કે, આ પહેલા ૭ છોકરીઓને થોડા સમય પહેલા જ કુવૈત માટે રવાના કરવામાં આવી હોવાનું ખુલવા પામેલ છે.
આપને જણાવી દઇએ કે, આ રેકેટનો પર્દાફાશ થયા બાદ દિલ્હીની મહિલા આયોગે રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર પર ટ્‌વીટ કરીને આકરા પ્રહારો કર્યા હતા. જો કે, આ મામલે તપાસ સ્થાનિક પોલીસે શરૂ કરી છે જેમાં આગામી સમયમાં મોટી જાણકારી સામે આવવાની શક્યતા સેવાઇ રહી છે.

Related posts

હવે રિવેન્જ પોર્ન ઉપર વધુ કઠોર સજા કરવા વિચારણા

aapnugujarat

सीएम पलानीस्वामी को मद्रास हाईकोर्ट से राहत

aapnugujarat

जयकार करने कार्यकर्ता लाने वाले बनते थे सीएम : हरियाणा में मोदी का कांग्रेस पर अटैक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1