Aapnu Gujarat
રાષ્ટ્રીય

એમ્સમાં ઑપરેશન માટે દર્દીને સાડા પાંચ વર્ષ પછીની તારીખ મળી..!

આમ તો સામાન્ય રીતે હાર્ટને લગતી કોઈપણ બીમારી માટે જો દર્દીને સમયસર સારવાર ન મળે તો તેના જીવને જોખમ થઈ શકે તેમ છે. ત્યારે તાજેતરમાં નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાં હાર્ટના વાલ્વની સારવાર માટે ગયેલા વડા પ્રધાન મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં રહેતા એક ૧૩ વર્ષીય કિશોર અંકિત વિશ્વકર્માને તેની બીમારીના ઈલાજ માટે એક બે મહિના નહિ પણ સાડા પાંચ વર્ષ બાદની એટલે કે ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ની તારીખ આપવામા આવતાં હાલ આ દર્દીના પરિવારજનો ભારે મુસીબતમાં મુકાઈ ગયા છે.
થોડા સમય પહેલા વડા પ્રધાન મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં રહેતા એક ૧૩ વર્ષીય કિશોર અંકિતને હાર્ટના વાલ્વની સારવાર માટે બનારસ હિન્દુ મેડિકલ ઈન્સ્ટિટયૂટ(બીએચયુ) એઈમ્સમાં લઈ જવામાં આવ્યો હતો. જેમાં શરૂઆતના છ માસ તેની બીમારીને લગતા વિવિધ ટેસ્ટ કરવામાં પસાર થઈ ગયા હતા.
અને થોડા દિવસ પહેલા આ અંગે કરવામાં આવેલા નિદાનમાં અંકિતને હાર્ટના વાલ્વની ઓપરેશનની જરૂર હોવાનું જણાવવામાં આવ્યું હતું.જે ખૂબ જ જરૂરી હતું. તેમ છતાં એઈમ્સ તરફથી અંકિતના પરિવારજનોને ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ની તારીખ ઓપરેશન માટે આપવામાં આવી હતી.
અંકિતના પિતા સુનીલ વિશ્વકર્માએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે અંકિતને તાત્કાલિક ઓપરેશનની જરૂર હોવાથી મે વાંરવાર હોસ્પિટલના સંચાલકોને નજીકની તારીખ આપવા વિનવણી કરવા છતાં એક તબીબે મારા પુત્રના કેસની ફાઈલ ફેંકી દઈને અહિથી બીજે જાવ તેમ રોકડું પરખાવી દેતાં હાલ મારા પુત્રની તબિયત વધુ કથળતી જાય છે.

Related posts

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં૨૦ પૈસાનો ઘટાડો

aapnugujarat

પટનામાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા

editor

‘ધ કપિલ શર્મા’ શોમાંથી સિદ્ધુને કાઢી મૂકાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1