Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં૨૦ પૈસાનો ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે દેશમાં ફરી એકવાર ઘટાડો થયો હતો. બે દિવસ સુધી સ્થિર કિંમત રહ્યા બાદ આજે ફરી ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસના ગાળામાં ક્રુડ ઓઇલની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. નબળી વૈશ્વિક ગ્રોથની સ્થિતીના કારણે હાલમાં ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયા બાદ ભાવ ૫૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહી હતી. છેલ્લા ચાર દિવસથી વધારો કરવામાં આવ્યા બાદ કિંમતો હાલમાં યથાવત રાખવામાં આવી હતી. હવે કિંમતો ફરી ઘટી ગઇ હતી. છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર સ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. જ્યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયો હતો. ચાર દિવસ સુધી કિંમતો વધારી દેવામાં આવ્યા બાદ હવે ભાવ શુક્રવારના દિવસે કિંમતે ફરી ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટ પર આધારિત હોય છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે.વૈશ્વિક કિંમત છ ટકા સુધી ઘટી હોવા છતાં ભાવ સ્થિર રહેતા ગ્રાહકોમાં આની ચર્ચા જોવા મળી રહી છે. સોમવાર બાદથી ક્રુડ ઓઇલની કિંમતમાં છ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ફ્યુઅલની કિંમતમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. પેટ્રોલની કિંમતો ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદથી ૨૦ ટકા સુધી ઘટી ચુકી છે જેનાથી મોંઘવારી વચ્ચે લોકો અને વાહન ચાલકોને રાહત થઇ છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ભારતમાં રિટેલ તેલ કિંમતો આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો અને ડોલર-રૂપિયા એક્સચેંજ રેટ ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જો કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.

Related posts

राजस्थान : बदमाशों ने थाने पर अंधाधुंध फायरिंग की, भगा ले गए कुख्यात इनामी अपराधी

aapnugujarat

ગુલામ નબી આઝાદે પીએમ મોદીના કર્યા વખાણ

editor

ઇન્દિરા ગાંધી હિટલર કરતા પણ આગળ રહ્યા : જેટલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1