Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન તુટે તેવા એંધાણ

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન તુટે તેવા સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. ભાજપ બાદ શિવસેનાએ જાહેરાત કરી છે કે તે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે. શિવસેનાનું કહેવું છે કે, ૨૫ વર્ષથી તેઓ આ ગઠબંધનમાં હતા. મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપ અને શિવસેના એક સાથે છે. શિવસેના ભલે ગઠબંધનથી અલગ થવાની વાત કરે છે પરંતુ હજુ સુધી બંને સરકારોમાં તેમના નેતા મંત્રી પરિષદના હિસ્સા તરીકે છે. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાએ મોદી સરકારનું સમર્થન કર્યું ન હતું. ત્યારબાદ અન્ય પક્ષો વચ્ચે અંતર વધી રહ્યું છે. શિવસેના એકલા હાથે ચૂંટણી લડનાર છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા બંને વચ્ચે ખેંચતાણની શરૂઆત થઇ હતી. બંને જુદી જુદી રીતે મેદાનમાં ઉતર્યા હતા. કોઇને બહુમતિ મળી ન હતી પરંતુ બંનેએ સાથે મળીને સરકાર બનાવી હતી. મુંબઈ અને પેટાચૂંટણીમાં બંને અલગ અલગરીતે મેદાનમાં ઉતર્યા હતા.

Related posts

ટેરર ફંડિંગ : હિઝબુલના સઈદ સલાઉદ્દીનની સંપત્તિ કબજે

aapnugujarat

છત્તીસગઢ સરકારે લોકડાઉન લંબાવ્યુ

editor

ગુજરાત પધારી રહેલાં મોદી અને અમિત શાહનાં સ્વાગતની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1