Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહિલા માટે ભારત બિનસુરક્ષિત દેશ : ઉદ્ધવ

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું હતું કે, ગાયની સુરક્ષાના નામ ઉપર ભારત હવે વિશ્વમાં મહિલાઓ માટે સૌથી બિનસુરક્ષિત દેશ બની ગયો છે. તમામ લોકોને આના માટે શરમજનક સ્થિતિનો સામનો કરવો જોઇએ. ઉદ્ધવે ૨૭મી જુલાઈના દિવસે પોતાના ૫૮માં જન્મદિવસ પહેલા પાર્ટીના મુખપત્ર સામના અને દોપહર કા સામનાને આપવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું છે કે, અમને ગાય માતાની સુરક્ષા કરવી જોઇએ પરંતુ દેશમાં મહિલાઓ બિનસુરક્ષિત બની ગઈ છે. આજે તેમના ઇન્ટરવ્યુનો પ્રથમ તબક્કો રજૂ કરવામાં આવ્યો હતો. ઠાકરેએ કહ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષોથી શિવસેના અને ભાજપ સાથે છે અને બંને હિન્દુત્વની વિચારધારા, હિન્દુઓના દરજ્જા, રાષ્ટ્રીય હિતો અને દેશની સુરક્ષા સહિત અન્ય મુદ્દાઓ ઉપર એક સમાન અભિપ્રાય ધરાવે છે. ઠાકરેએ અપીલ કરી છે કે, તમામ મુદ્દાઓને ગંભીરતા સાથે હાથ ધરવાની જરૂર છે. રાષ્ટ્રીયતા અમારી હિન્દુત્વ છે. હિન્દુઓના વિચારોને લાગૂ કરવાની જરૂર છે.

Related posts

રાજસ્થાન ચૂંટણી : સીએમ વસુંધરા રાજેના રાહુલ પર પ્રહાર

aapnugujarat

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન

aapnugujarat

भारत में कोविड-19 के 24 घंटे में मिले 18,139 नए मामले, 234 लोगों की मौत

editor

Leave a Comment

UA-96247877-1