Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ ૧૨૦૮ શ્રદ્ધાળુની ટુકડી રવાના

આતંકવાદીઓની હુમલો કરવાની તમામ યોજના નિષ્ફળ

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી છે. આજે સઘન સુરક્ષા વચ્ચે નવો કાફલો રવાનો કરવામાં આવ્યો હતો. આ વખતે અમરનાથ યાત્રીઓની સંખ્યા ત્રણ લાખના આંકડાને પાર કરી શકે છે. કારણ કે યાત્રા હજુ પૂર્ણ થવા આડે કેટલાક દિવસ બાકી છે. હજુ સુધી ૨.૩૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આજે ૧૨૦૦ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી જેમાં ૩૦૦ મહિલાઓ અને ૧૦૦ સાધુ સંતોનો સમાવેશ થાય છે. આ તમામ શ્રદ્ધાળુઓ ૪૨ વાહનોમાં રવાના થયા હતા. ૧૨૦૮ શ્રદ્ધાળુઓની ટુકડી ભગવતીનગર બેઝકેમ્પથી સવારે રવાના થઇ હતી. સાંજે નિર્ધારિત સ્થળ ઉપર પહોંચી હતી. નવેસરની બેંચમાં અનંતનાગ જિલ્લામાં પહેલગામ ટ્રેક માટે ૭૭૩ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા જ્યારે ગંદરબાલ જિલ્લામાં ૧૨ કિલોમીટરના ટુંકા બલતાલ રુટ માટે ૪૩૫ શ્રદ્ધાળુઓ રવાના હતા. શ્રીઅમરનાથ મંદિર બોર્ડના ચેરમેન રહેલા અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એનએન વોરાનું કહેવું છે કે, આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે. હજુ સુધી ૨૩૬૧૫૭ શ્રદ્ધાળુઓ ૩૮૮૦ મીટરની ઉંચાઈએ સ્થિત અમરનાથ ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરી ચુક્યા છે. જુદા જુદા વાહનોમાં આ ટુકડી ખીણ માટે રવાના થઇ હતી. અમરનાથ શ્રદ્ધાળુઓની સંખ્યા હજુ પણ વધી રહી છે. ૬૦ દિવસ સુધી ચાલનાર આ યાત્રા ૨૮મી જૂનના દિવસે શરૂ થઇ હતી. ગંદરબાલમાં બાલતાલ અને અનંતનાગ જિલ્લામાં પહેલગામના બે રુટ પરથી અમરનાથ યાત્રા ચાલી રહી છે. હજુ સુધી ૨.૩૬ લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. અમરનાથમાં કુદરતીરીતે બનતા બરફના શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી પરોઢે ભગવતીનગર બેઝ કેમ્પથી સઘન સુરક્ષા વચ્ચે વિવિધ વાહનો અને બે મોટરસાયકલ પર શ્રદ્ધાળુઓનો કાફલો રવાના થયો હતો. શ્રદ્ધાળુઓના આ કાફલામાં મહિલાઓ અને સાધુ સંતો સામેલ છે. અમરનાથ દર્શન માટે રવાના થયેલી શ્રદ્ધાળુઓની આ ૨૩મી બેંચ હતી.
ગયા વર્ષે ૨.૬ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા અમરનાથના દર્શન કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રાના બીજા તબક્કામાં સામાન્યરીતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થઇ જાય છે. કારણ કે, બરફના શિવલિંગમાં શિવલિંગ ઓગળવાની શરૂઆત થઇ જાય છે પરંતુ આ વખતે યાત્રા અનેક વખત ખોરવાઈ પડી છે. સત્તાવાળાઓને યાત્રા અનેકવખત મોકૂફ કરવી પડી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, બુધવાર સુધી ખરાબ હવામાનની સ્થિતિ રહી શકે છે.
વાર્ષિક અમરનાથ યાત્રામાં સામેલ થઇ રહેલા શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા માટેના ત્રાસવાદીઓના ખતરનાક કાવતરાને નિષ્ફળ કરી દેવાતા મોટી ઘાત ટળી ગઇ છે. આઇટીબીપીના સાવધાન રહેલા જવાનોએ ગુપ્ત રીતે છુપાવી દેવામાં આવેલા એક મોર્ટાર શેલને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ મોર્ટાર શેલને યાત્રા માર્ગની બાજુથી પસાર થતી નદીના કિનારે પથ્થરો વચ્ચે છુપાવવામાં આવ્યા બાદ તેને શોધી કાઢવામાં સફળતા મળી છે. આઇટીબીપીના જવાનોએ માહિતી આપ્યા બાદ સેનાની ખાસ ટીમ પહોંચી ગઇ હતી અને આને નિષ્ક્રિય કરી દેવામાં સફળતા મળી હતી. ૧૯મી જુલાઈની સાંજે અમરનાથ યાત્રા રુટ ઉપર આઈટીબીટીના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ગંગાનીર પાર્કથી આશરે ૨૦૦ મીટરના અંતરે પથ્થરોની વચ્ચે છુપાયેલા મોર્ટાર સેલ મળી આવતા તરત જ સેનાને જાણ કરવામાં આવી હતી. જમ્મુકાશ્મીરમાં હાલમાં ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામસ્વરૂપે ત્રાસવાદીઓ હચમચી ઉઠ્યા છે. જેના કારણે આ લોકો હવે હાજરી પુરવાર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેથી ત્રાસવાદીઓ અમરનાથ યાત્રીઓ અને સેના તેમજ સુરક્ષા જવાનોને ટાર્ગેટ બનાવવાના પ્રયાસમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારના દિવસે જ ત્રાસવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં અન્ય એક જવાન સલીમ શાહનું અપહરણ કરી લીધું હતું અને મોડેથી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. રજા ઉપર રહેલા જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સલીમ શાહ દક્ષિણ કાશ્મીરના કુલગામના નિવાસી હતા. સલીમ કુલગામ જિલ્લાના મુતારહામા વિસ્તારમાં રહેતા હતા. તેમનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. ગોળીઓથી છન્ની કરવામાં આવેલો મૃતદેહ મળી આવ્યા બાદ સુરક્ષા દળોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. જુન મહિનાથી લઇને હજુ સુધી આતંકવાદીઓ ત્રણ જવાનોનું અપહરણ કરીને તેમની હત્યા કરી ચુક્યા છે.

Related posts

ભાડુઆત પોતાને મકાન માલિક ન સમજે : સુપ્રિમ કોર્ટ

editor

सरकार पर जनता के भरोसे में भारत पहले नंबर परः रिपोर्ट

aapnugujarat

केंद्रीय पेट्रोलियम मंत्री धर्मेंद्र प्रधान तीन देशों की यात्रा पर जाएंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1