Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો

ફ્રાંસનાં સૂટવેલમાં થઈ રહેલ એથલેટિક્સ મીટમાં ભારતને ભાલા ફેંક (જેવલિન થ્રો) ખેલાડી નીરજ ચપરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. નીરજ ચોપરાએ ૮૫.૧૭ મીટર દૂર સુધી ભાલો ફેંકીને ભારતને ગોલ્ડ અપાવ્યો છે. આમાં યૂરોપનાં દેશ મોલડોવાનાં એન્ડ્રિયન માર્ડારે બીજા નંબર પર રહ્યાં છે તેમણે ૮૧.૪૮ મીટર દૂર ભાલો ફેંકીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ત્રીજા નંબર પર લિથુઆનિયાનાં એડિસ છે. તેમનો ભાલો ૭૯.૩૧ મીટર દૂર સુધી ગયો હતો.
આ ટૂર્નામેન્ટમાં ૨૦૧૨નાં ઓલમ્પિક ચેમ્પિયન કેશર વાલકોટનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહતું. તેઓ ૭૮.૨૬ મીટર દૂર ભાલો ફેંકીને પાંચમાં નંબર પર સ્થાન મેળવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ૨૦ વર્ષીય નીરજ ચોપરાએ આ જ વર્ષે કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાં તેઓએ ફાઈનલ સીઝનનો સર્વશ્રેષ્ઠ ૮૬.૪૭ મીટર દૂર ભાલો ફેંક્યો હતો.

Related posts

उम्मीद है अब उनकी भाषा बदलेगी : जीत के बाद बीजेपी पर बरसे अखिलेश

aapnugujarat

વિલિયમસન ટેસ્ટ રેન્કિંગમાં ટોચ ઉપર

editor

ગુજરાતમાં ઓખી વાવાઝોડું આજે ત્રાટકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1