Aapnu Gujarat
ગુજરાત

દેશલપરમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો

ઘણી રાહ જોવડાવ્યા બાદ કચ્છમાં મેઘરાજાએ પધરામણી કરી છે. મંગળવારે સાંજ પછી સમગ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં જઙ્ગ લોકો ને ટાઢક નો અનુભવ થયો છે. તો, ધરતીપુત્રોમાં અને પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર સૌથી વધુ વરસાદ માંડવીમાં સવા ત્રણ ઇંચ, પૂર્વ કચ્છના વાગડના રાપર, ભચાઉમાં પોણો થી એક ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, ભુજ દોઢ ઇંચ, ભુજની પટેલ ચોવીસીમાં પણ સારો વરસાદ પડ્યો હતો, ખાસ કરીને ભુજના દેશલપર ગામે ધોધમાર પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકયો હતો. અંજાર, નખત્રાણા, દયાપર, નારાયણસરોવરમાં પોણો ઇંચ, નિરોણા, સફેદરણ, ખાવડા પંથકમાં એક ઇંચ, લખપતમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માંડવી શહેરમાં ધમાકેદાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા.
જો કે માત્ર દોઢ ઇંચ વરસાદ દરમ્યાન ભુજના અનેક નીચાણ વાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોતા કચ્છી માડુઓ માટે સારા સમાચાર એ છે કે, વરસાદી માહોલ છે,અને હજીયે બે થી ત્રણ દિવસ કચ્છમા હળવા થી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Related posts

અમદાવાદમાં જુની સોસાયટીઓનું રિડેવલપમેન્ટ કામકાજ ઝડપી બન્યું

aapnugujarat

પશુધન માટે ૭ કરોડ કિલો ઘાસચારાનું આયોજન કરાશે

aapnugujarat

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ખાસ મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1