Aapnu Gujarat
રમતગમત

વિશ્વ કપ પહેલાં ટીમને યોગ્ય કરવાની જરૂર : કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ૩ મેચોની વન-ડે સીરિઝમાં ઈંગ્લેન્ડ વિરૂધ્ધ ભારતે ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો છે. જેના પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આગામી વર્લ્ડ કપ માટે ટીમમાં સંતુલન શોધવાની વાત કરી છે. ત્રીજા અને નિર્ણાયક વન-ડેમાં ભારતે ૮ વિકેટથી હાર પછી કોહલીએ કહ્યું કે, આ પ્રકારની મેચો અમને આગામી વિશ્વ કપમાં સુધાર કરવાની જરૂરત અંગે માહિતી આપે છે. ટીમમાં યોગ્ય સંતુલનની જરૂર છે. તેમજ ભારતીય ટીમ હજી વર્લ્ડ કપ માટે યોગ્ય રીતે તૈયાર નથી.
કેપ્ટન કોહલીએ કહ્યું કે, વિશ્વ કપ પહેલાં ટીમને યોગ્ય કરવાની જરૂર છે. માત્ર એક જ ડિપાર્ટમેન્ટમાં યોગ્ય થવું જરૂરી નથી પરંતુ અમારે તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કરવું પડશે. ભારતીય ટીમને મજબૂત માનવામાં આવે છે પરંતુ મધ્યક્રમની નબળી બેટિંગના કારણે ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્ટાર બેટ્‌સમેનોની ટીમ કોઈ પણ સારો પ્રદર્શન આપી શક્યું ન હતું. કોહલીએ કહ્યું કે, નિર્ણાયક મેચમાં અમારું પ્રદર્શન યોગ્ય રહ્યું નથી. અમે ૨૫ થી ૩૦ રન ઓછાં બનાવ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડે તમામ ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે.

Related posts

પર્થ ટેસ્ટ : ઇંગ્લેન્ડ ૪૦૩ રન રનમાં ઓલઆઉટ : ઓસ્ટ્રેલિયાનાં ૩ વિકેટે ૨૦૩ : સ્મિથનાં ૯૨ રન

aapnugujarat

MSD को भारत रत्‍न दिए जाने की उठी मांग

editor

મુંબઈ ઈન્ડિયન્સના નવા હેડકોચ તરીકે માર્ક બાઉચરની નિમણૂક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1