Aapnu Gujarat
Uncategorized

શૌચાલય જવા બાબતે જૂથ અથડામણ

ઝાલાવાડમાં ગંદકી, શૌચક્રિયા વગેરે સામાન્ય બાબતમાં ઝઘડા અને અથડામણના બનાવો વધી રહ્યા છે. ત્યારે લખતર તાલુકાના ઓળક ગામમાં છોકરાઓના સંડાસ જવા બાબતે મામલો બિચકાતા જૂથ અથડામણ સર્જાઈ હતી. આ બનાવમાં ૩ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જ્યારે ૧ વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં આજે શૌચ ક્રિયા જાહેરમાં જ થઈ રહી છે ત્યારે સરકારના સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ અભિયાનના જાહેરમાં ધજાગરા ઉડી રહ્યા છે. ઝાલાવાડના અનેક ગામડાઓમાં શૌચ કે સંડાસ બાબતે ઝઘડાના બનાવો વધી રહ્યા છે ત્યારે લખતર તાલુકાના ઓળખ ગામે નાના છોકરાનાં સંડાસ જવા બાબતે બે પાડોસી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો બિચકાતા બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
આ બનાવમાં રાજુભાઈ વજાભાઈ, વનાભાઈ નરશીભાઈ, રાજુભાઈ વનાભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી હૂમલો થતા ઈજાઓ પહોંચી હતી. જેમાં રાજુભાઈ વનાભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા લખતર પી.એસ.આઈ. એન.એસ. સાગઠ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવમાં લાલુભા કેહુભા, હરુભા કેહુભા અને તેમના બે પુત્ર વિરુદ્ઘ લખતર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આથી લખતર પી.એસ.આઈ.એ પાંચ શખ્સો વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધી પોલીસ તપાસ હાથ ધરી છે.

Related posts

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરનો ઉદભવ

aapnugujarat

અમદાવાદમાં ફરી એકવાર ટેસ્ટિંગ ડામ શરૂ કરાયા

editor

સોમનાથ -કોડીનાર રેલવે પ્રોજેક્ટ રદ કરવા કલેક્ટરને પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1