Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાળા નાણાં પર લગામ મુકવા સરકારનો એક્શન પ્લાન તૈયાર

ચૂંટણી વર્ષમાં મોદી સરકારે કાળા નાણા પર સિકંજો કસવા માટે એક મેગા એક્શન પ્લાન ઉપર કામ કરવાનું શ કરી દીધું છે. સરકાર ઈચ્છે છે કે કોર્પોરેટથી લઈને સામાન્ય માણસની દરેક નાણાકીય લેવડ-દેવડ ઉપર તે નજર રાખી શકે. આ માટે સરકાર એક સિસ્ટમ તૈયાર કરવા માગે છે અને તેનો ડેટા એકત્ર કરવાની પણ યોજના છે. આ એક્શન પ્લાન માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ગઈકાલથી વાતચીતનો પ્રારંભ કરી દેવાયો છે.
નાણા મંત્રાલયના એક મોટા અધિકારીએ જણાવ્યું કે સ્વિસ બેન્કો સાથે સરકાર ઘરેલું માર્કેટમાં બ્લેક મનીના પ્રવાહને રોકવા માગે છે. તે નાણાકીય લેવડ-દેવડમાં પારદર્શિતા લાવવાની કોશિશ કરી રહી છે. આવામાં જરી છે કે દેશમાં બ્લેક મની પેદા થવા અને તેના પ્રવાહ ઉપર અંકુશ લગાવવામાં આવે. આ માટે તમામ પ્રકારના નાણાકીય ચૂકવણા પર નજર રાખવાની જર છે. તેમણે જણાવ્યું કે આ અંગે વિચારણા શ કરી દેવાઈ છે અને અંતિમ સહમતિ બાદ નવી સિસ્ટમ લાગુ કરી દેવાશે.
સ્વિસ બેન્કોમાં ભારતીયોની જમા રકમમાં વધારો થયાનો રિપોર્ટ સામે આવ્યા બાદ સરકારની નીતિઓ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. જો કે સરકારે એવું કહીને પોતાની નીતિનો બચાવ કર્યો છે કે સ્વિસ બેન્કોમાં રહેલી તમામ રકમ બ્લેક નથી. આ જ કારણ છે કે આવકવેરા વિભાગને હવે આઈટી રિટર્નમાં એવું જોવાનું કહેવાયું છે કે કઈ કઈ વ્યક્તિએ સ્વિસ બેન્કોમાં પોતાના એકાઉન્ટ અને જમા રકમ અંગે ખુલાસો કર્યો છે. દેશમાં અનેક પ્રોપર્ટી રજિસ્ટ્રેશન વિભાગો ઉપર પણ ઈનકમ ટેક્સ વિભાગની બાજનજર છે.
હરિયાણા, યુપી, એમપી અને ઝારખંડમાં પ્રોપર્ટી રજિસ્ટ્રી માટે કેશ સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખી આ રાજ્યોના પ્રોપર્ટી રજિસ્ટ્રેશન વિભાગો ઉપર ઈનક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે નજર માંડી છે. સ્ટેમ્પ ખરીદીમાં રોકડની લેવડ-દેવડના ખુલાસાથી માલૂમ પડયું છે કે ૨ લાખ પિયાની નિશ્રિ્‌ચત મયર્દિાથી વધુની ખરીદારી રોકડમાં કરવામાં આવી છે. આ અંગે ટ્રેઝરી અને સ્ટેમ્પ વેન્ડરોએ જાણકારી છુપાવી છે.

Related posts

નોકરીયાતો માટે ખુશખબર : કોઈ પણ કંપની પ્રોવિડન્ટ ફંડ નહીં રોકી શકે

aapnugujarat

શેરબજારમાં મંદી યથાવત : વધુ ૨૬૬ પોઈન્ટનો ઘટાડો : રોકાણકારોમાં નિરાશા

aapnugujarat

ડિઝલના ભાવ મુદ્દે ૨૬ ફેબ્રુઆરીએ ૧ કરોડ ટ્રકોના પૈડા થંભી જશે

editor

Leave a Comment

UA-96247877-1