Aapnu Gujarat
રાષ્ટ્રીય

બરેલીમાં મહિલા અને બાળકનું મોઢું કાળું કરી સરઘસ કઢાયું

યુપીના બરેલીના બિશારતગંજમાં પતિની પ્રેમિકાનું મોંઢુ કાળું કરીને તેનું સરઘસ કાઢવા અને તેને ચપ્પલો દ્વારા માર મારવાના મામલે પોલીસે ખુદ રિપોર્ટ દાખલ કર્યો છે. આમા પોલીસે શખ્સની પત્ની અને તેના પરિવારના છ લોકોને આરોપી બનાવ્યા છે. ત્રણ લોકોને પકડવામાં પણ આવ્યા છે. બીજી તરફ જાહેરમાં અપમાનિત કરવામાં આવેલી મહિલા અને તેનો પ્રેમી ઘટના બાદથી ગાયબ છે. બંનેને શોધવા માટે પોલીસની ટુકડી પણ કામે લગાડાઈ છે. જો કે મહિલા અને તેના બે વર્ષના બાળકને જાહેરમાં અપમાનિત કરીને ત્રાસ આપવામાં આવ્યો અને તેમના મોંઢા કાળા કરવામાં આવ્યા. આ ઘટના પોલીસ સ્ટેશનથી થોડાક જ અંતરે બની હતી. બિશારતગંજના એક દવાના વેપારીના નાને પુત્રે તેની પત્નીને ઘરમાંથી કાઢી મુકીને પોતાની પરણિત પ્રેમિકાને ઘરમાં રાખી હતી.
પત્ની અને તેના પરિવારના લોકોએ દવા વેપારીના ઘરે દરવાજો તોડીને પતિને સબક શિખવવાની કોશિશ કરી હતી. પરંતુ પતિ ભાગી જતા તેની પ્રેમિકાને માર મારવામાં આવ્યો અને તેનો ચહેરો કાળો કરીને તેને જાહેરમાં ફેરવવામાં આવી હતી. અહીંથી પોલીસ સ્ટેશન માત્ર આઠસો મીટરના અંતરે જ હોવા છતાં પોલીસે કાર્યવાહી નહીં કરી હોવાનો આરોપ પણ લગાવાઈ રહ્યો છે.

Related posts

महात्मा गांधी को गाली देने वाले रावण के औलाद : अधीर रंजन चौधरी

aapnugujarat

મોબલિંચિંગ ચુકાદાને અમલી કરવા રાજ્યોને સુપ્રીમનો આદેશ

aapnugujarat

પાકિસ્તાનના એફ-૧૬નો કાટમાળ મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1