Aapnu Gujarat
રાષ્ટ્રીય

નોકરીયાતો માટે ખુશખબર : કોઈ પણ કંપની પ્રોવિડન્ટ ફંડ નહીં રોકી શકે

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર નોકરી કરનારાઓ માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. એક અગ્રણી મીડિયા જૂથને મળેલી માહિતી અનુસાર, સરકાર કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. હવે કર્મચારીઓનો પ્રોવિડન્ટ ફંડ કાપીને તેને જમા નહીં કરનારી કંપનીઓ બચી શકશે નહીં, પરંતુ તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.આ માટે સરકાર ટૂંક સમયમાં શ્રમ કાયદામાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. એટલું જ નહીં, જો કંપની પ્રોવિડન્ટ ફંડ નહીં આપવા માટે બહાનું બનાવે છે અથવા ખોટી માહિતી આપે છે, તો તે કંપનીઓ સામે કડક કાર્યવાહી કરાશે. આ સાથે નવા કાયદામાં જેલની સજાની પણ જોગવાઈ કરાઈ છે.પ્રોવિડન્ટ ફંડ જમા ન કરનારી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા સરકાર કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. શ્રમ મંત્રાલયે હાલના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.જે કંપનીઓ કર્મચારીઓનો પ્રોવિડન્ટ ફંડ જમા કરાવતી નથી તેવી કંપનીઓને થતા દંડની રકમમાં ૧૦ ઘણો વધારો થઈ શકે. એટલે કે શ્રમ મંત્રાલયે દંડની રકમની રૂ.૧૦ હજારથી વધારીને રૂ.૧ લાખ કરવાની જોગવાઈ કરી છે. કર્મચારીઓનો પ્રોવિડન્ટ ફંડ જમા ન કરવા બદલ દંડની રકમમાં વધારા સાથે જેલ મોકલવાની પણ યોજના છે.પ્રોવિડન્ટ ફંડ જમા નહીં કરે તો ૧ વર્ષથી ૩ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. જો કંપની પ્રોવિડન્ટ ફંડથી બચવા માટે ખોતી માહિતી આપે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કંપનીઓ વતી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ રજૂ નહીં કરવાની વધતી ફરિયાદોને કારણે સરકાર તેમાં ફેરફાર લાવી રહી છે. નવો સોશિયલ સિક્યુરિટી કોડ કર્મચારી ભવિષ્ય નિધિ અધિનિયમ-૧૯૫૨માં કરવામાં આવેલ ફેરફારની ભલામણનો એક ભાગ છે.તમને જણાવી દઈએ કે, કર્મચારી ભવિષ્ય નિધિ કર્મચારીઓને નિવૃત્તિ બાદ આર્થિક લાભ આપનારી યોજના છે, જે કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા દ્વારા સંચાલિત છે. તેના વ્યાજ દર સરકાર નક્કી કરે છે. દર મહિને કંપની તમામ કર્મચારીઓના બેસિક પગારમાંથી ૧૨ ટકા નાણાં કાપીને પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા કરાવે છે.કર્મચારીઓની સાથે સાથે કંપની તરફથી પણ ૧૨ ટકા નાણાં તે કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા કરાવવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર કર્મચારી ભવિષ્ય નિધિમાં કર્મચારી અને કંપની બંનેનો ૧૨-૧૨ ટકા ફાળો હોય છે. સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ અને એમ્પ્લોયરો (કંપની) બંનેએ બેસિક પગારનો ૧૨ ટકા હિસ્સો દર મહિને પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવવો પડે છે.

Related posts

રાંચીમાં નક્સલીઓએ બોમ્બ બ્લાસ્ટ કરી રેલ લાઇન ઉડાવી

aapnugujarat

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસનાં બે દલાલોને ભારત લવાયા

aapnugujarat

पश्चिम बंगाल में प्राचीन मूर्तियां बरामद

editor

Leave a Comment

UA-96247877-1