Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એરસેલ મેક્સિસ કેસ : ચિદમ્બરમ અને કાર્તિની અટકાયત પર ૭ ઓગસ્ટ સુધી રોક

એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમના ઇન્ટરિમ પ્રોટેક્શનને ૭ ઓગસ્ટ સુધી લંબાવી દીધું છે. આ પહેલા કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ સામે ૧૦ જૂલાઇ સુધી પ્રોટેક્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પી. ચિદમ્બરમે એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી. પી. ચિદમ્બરમે આ અંગે ગત ૩૦ મેના રોજ અદાલતને વિનંતી કરી હતી કે, આ કેસમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે, આ કેસના તમામ પુરાવાઓની પ્રકૃતિ દસ્તાવેજી છે અને તે હાલની સરકાર પાસે પહેલાથી જ ઉપલબ્ધ છે. પટિયાલા હાઉસ કોર્ટે આગામી સુનાવણીની તારીખ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ સામે પ્રોટેક્શન પણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એરસેલ મેક્સિસ ડીલ મામલે ૩ એપ્રિલના રોજ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસના નેતૃત્વવાળી ભૂતપૂર્વ યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઇડીએ આ મામલે કોર્ટમાં સીલબંધ રિપોર્ટ દાખલ કર્યો હતો.
અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે બે મેએ કાર્તિના આગોતરા જામીનની અરજી પર સુનાવણી કરતા ધરપકડ પર ૧૦ જુલાઈ સુધી રોક લગાવી દીધી હતી. આ મામલે કોર્ટે પાંચ જૂને કાર્તિના પિતા પી. ચિદમ્બરમના ધરપકડ પર રોકને ૧૦ જુલાઈ સુધી વધારી દીધી હતી. સીબીઆઈ અને ઇડી એરસેલ મેક્સિસને ૨૦૦૬માં વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડની પરવાનગી અપાવવામાં કાર્તિની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે. તે સમયે તેમના પિતા પી. ચિદમ્બરમ કેન્દ્રીય નાણાં મંત્રી હતા. ઉલ્લેખનીય છે કે આ મામલે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ઇડીએ ૧૩ જૂને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે આ ચાર્જશીટમાં પી. ચિદમ્બરમને આરોપી બનાવવામાં આવ્યા નથી. જેનાથી તાજેતરમાં જ ૈંદ્ગઠ મીડિયા અને એરસેલ મેક્સિસ ડીલ વિશે સીબીઆઈ અને ઇડીએ પૂછપરછ કરી હતી. જોકે ઇડીએ કેટલાક અન્ય લોકોને બાદમાં આરોપી બનાવવા માટે સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવાનો સંકેત આપ્યો છે.

Related posts

સ્ટિફન હોકિંગનું નિધન : વિજ્ઞાન જગતમાં આઘાતનું મોજુ

aapnugujarat

CBI raids former SP leader Atiq Ahmed’s residence in Prayagraj

aapnugujarat

રેલ અકસ્માત રોકવા સુરક્ષા પાસા પર એક્શન પ્લાન તૈયાર કરવા સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1