Aapnu Gujarat
બિઝનેસ

વોટ્‌સએપ હરકતમાં આવ્યું : જાહેરાત દ્વારા યુઝર્સને ફેક મેસેજથી બચવા ટીપ્સ જારી કરી

વોટ્‌સએપ પર વાઇરલ બનતાં ફેક ન્યૂઝ અને અફવાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાની ઘટનાઓ બાદ વોટ્‌સએપ દ્વારા હવે ફેક ન્યૂઝ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકરપ્રસાદે પણ વોટ્‌સએપને ફેક મેસેજ પર લગામ કસવા જણાવ્યું હતું.
વોટ્‌સએપના ભારતીય સંચાલકોને સરકાર દ્વારા નોટિસ પણ જારી કરવામાં આવી હતી. તેના પગલે વોટ્‌સએપ હવે સત્તાવાર રીતે વિજ્ઞાપન જારી કરીને ૧૦ સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે અને ફેક ફોરવર્ડ મેસેજથી બચવા યુઝર્સને સલાહ આપી છે.
(૧) ફોરવર્ડ મેસેજથી સતર્ક રહોઃ વોટ્‌સએપ આ સપ્તાહે એક નવું ફીચર્સ લાવી રહ્યું છે. જેના દ્વારા કયા સંદેશા ફોરવર્ડ કરાયા છે તે જાણી શકાશે. જો તમને ફોરવર્ડ મેસેજ મળે તો તેમાં તથ્ય છે કે કેમ તેની ચકાસણી કરવી. આવી જાણકારીની હકીકતો સામે સવાલ ઉઠાવોઃ જો કોઇ સંદેશો વાંચીને તમને ગુસ્સો આવે કે ડર લાગે તો તે સંદેશનો હેતુ તમારામાં આવી લાગણી ભડકાવવાનો છે કે કેમ તે જાણવાની કોશિશ કરો. જેના પર વિશ્વાસ ન આવે તે અંગે તપાસ કરોઃ એવા ઘણા મેસેજ આવે છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આથી કોઇ અન્ય કોઇ સ્ત્રોત દ્વારા આ સેસેજ સાચા છે કે ખોટા તેની તપાસ કરો.અલગ દેખાતા મેસેજથી બચોઃ કેટલાક મેસેજ એવા હોય છે કે જેમાં ખોટા સમાચાર હોય છે. જેનાથી બચવાની કોશિશ કરો. મેસેજના ફોટા પર ખાસ ધ્યાન રાખોઃ ઘણીવાર મેસેજમાં ભ્રમિત કરનારા ફોટો અને વીડિયો હોય છે તેનાથી ચેતતા રહો.
લિંકની પણ તપાસ કરો ઘણી વાર એવું લાગે છે કે મેસેજમાં રહેલ લિંક કોઇ જાણીતી સાઇટની છે. તો તે અંગે તપાસ કરવી જરૂરી છે. અન્ય સ્ત્રોતનો પણ ઉપયોગ કરોઃ મેસેજ કે સમાચારની ખરાઇ માટે અન્ય સાઇટસ કે એપ્સ જુઓ. સમજી વિચારીને મેસેજ શેર કરોઃ જો તમને એવું લાગે કે મેસેજમાં આપવામાં આવેલ જાણકારી ખોટી છે તો મેસેજ શેર ન કરો.
જે તમે જોવા માગતા હો તેને નિયંત્રિત કરોઃ તમે વોટ્‌સએપ પર કોઇ પણ નંબરને કે ગ્રૂપને બ્લોક કરી શકો છો. માટે તમે તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો.
કેટલી વખત મેસેજ મળે છે તે ખાસ જુઓઃ ઘણી વાર એકના એક મેસેજ વારંવાર આવતા હોય છે અને. તેના સમાચારો ખોટા હોવાની પૂરતી શકયતા છે. આવા મેસેજ શેર ન કરો.

Related posts

सोना 125 रुपए चमका, चांदी में 100 रुपए की गिरावट

aapnugujarat

ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપારી સમજૂતીને મંજૂરી

aapnugujarat

दिवाली से पहले मोदी सरकार का तोहफा, कम होंगी LED टीवी की कीमतें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1