Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૨૭૭ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને ઉછળીને નવી ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા. નિફ્ટી ઇન્ડેક્સ ૧૦૮૫૦થી ઉપરની સપાટીએ બંધ રહ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સમાં તેજી રહી હતી. એશિયન પેઇન્ટ્‌સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં તીવ્ર તેજી રહી હતી. સેંસેક્સ આજે કારોબારના અંતે ૨૭૭ પોઇન્ટ ઉછળીને ૩૫૯૩૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૦ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૩ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક અને નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧-૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. એક્સિસ બેંક સહિતના બેંકિંગ શેરોમાં તેજી રહી હતી. અન્ય કેટલાક શેરોમાં ઉછાળો નોંધાયો હતો. ટીસીએસના શેરમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. આવતીકાલે તેના પરિણામ જારી કરવામાં આવનાર છે. તાતા સન્સના ચેરમેન તરીકે તેમની હકાલપટ્ટી સામે સાયરસ મિસ્ત્રી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે ફગાવી દીધી હતી. રોકાણકારો હાલમાં અમેરિકી ડોલરની સામે રૂપિયાની ચાલ પર નજર રાખી રહ્યા છે. જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા આ સપ્તાહમાં જ જારી કરવામાં આવનાર છે. ઇન્ડસઇન્ડ બેંક અને ટીસીએસ દ્વારા મંગળવારના દિવસે તેમના ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કરનાર છે. ઇન્ફોસીસ દ્વારા શુક્રવારના દિવસે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવનાર છે. આઈટી સેક્ટર પર પણ તેની અસર થઇ શકે છે. વિપ્રો, ટેક મહિન્દ્રા દ્વારા પણ તેમના પગલા લેવામાં આવનાર છે. સરકાર દ્વારા ગુરુવારના દિવસે મે મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જારી કરવામાં આવનાર છે. મોનસુનની પ્રગતિને લઇને પણ દલાલસ્ટ્રીટમાં અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કર્ણાટકના વિવિધ ભાગોમાં હાલ ભારે વરસાદ થઇ રહ્યો છે. ભૌગોલિક તંગદિલીની અસર પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહમાં બ્રિટનના વડાપ્રધાન ટેરેસા મેને મળનાર છે જેમાં ટ્રેડવોરના મુદ્દા ઉપર ચર્ચા થશે. ક્રૂડ ઓઇલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલની અસર પણ રોકાણકારો ઉપર થશે. જૂન મહિના માટે ચીનનો ફુગાવાનો આંકડો ૧૦મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે. જૂન મહિના માટે યુએસ કોર ફુગાવાનો આંકડો ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે. ટ્રેડવોરની ચિંતા સૌથી વધુ દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત થઇ ચુકી છે. ધારણા પ્રમાણે જ અમેરિકાએ શુક્રવારે ૩૪ અબજ ડોલરના ચીની આયાત ઉપર ૨૫ ટકાના નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અમેરિકાએ ચીનને મોટો ફટકો આપ્યો હતો. આના જવાબમાં ચીને પણ આજે જ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી.

Related posts

સેંસેક્સમાં ૨૯૫ અંકનો ઘટાડો

aapnugujarat

વૈશ્વિક માર્કેટમાં અંધાધૂંધી રહેવાની પ્રબળ સંભાવના : આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલનો અભિપ્રાય

aapnugujarat

મમતાના ગઢ બંગાળમાં ગાબડા પાડવા માટે અમિત શાહ સુસજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1