Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૨૯૫ અંકનો ઘટાડો

શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આશરે એક ટકાનો ઘટાડો બેંચમાર્ક ઇન્ડેક્સમાં નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં મંદીની અસર પણ જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ આજે ૨૯૫ પોઇન્ટ ઘટીને ૩૭૨૯૧ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૯ પોઇન્ટ ઘટીને ૧૧૨૭૯ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૫.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. બેંક ઓફ બરોડાના શેરમાં ૧૭ ટકાનો ઘટાડો આજે નોંધાયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ પર તેના શેરની કિંમતમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. એશિયન શેરબજારમાં પણ અફડાતફડી રહી હતી. કોપરના શેરમાં સ્થિતિમાં ફેરફાર રહેતા આને લઇને પણ ચર્ચા રહી હતી. અત્રે નોંધનીય છે કે, અમેરિકા દ્વારા ચીની આયાત ઉપર નવેસરના નિયંત્રણો લાગૂ કરી દીધા છે. આની સાથે જ વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વેપાર તંગદિલી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. જાપાનના શેરમાં ૦.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે હોંગકોંગના હેંગસેંગમાં ૦.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન શેરમાં ૦.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. ચીની શેરમાં નીચી સપાટી જોવા મળી હતી. બ્લુચીપ ઇન્ડેક્સમાં ૦.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાને મર્જ કરવાની સરકારે જાહેરાત કરી દીધી છે. કોલ લેવા મામલે બેંકોના બોર્ડની હવે બેઠક યોજાનાર છે. વૈશ્વિક બજારમાં પણ સવારમાં મંદી રહી હતી. મૂડીરોકાણકારો મુડીરોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી.શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની અસર જોવા મળી રહી છે. આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૧.૧ ટકાનો ઘટાડો થયો છે.
છેલ્લા સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૨.૯૨ સુધી પહોંચ્યો હતો જેથી બજાર અને સરકાર બંને ચિંતાતુર દેખાઈ રહ્યા છે. દેશમાં ફોરેન રિઝર્વનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી નીચે પહોંચી ગયો છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટી એટલે કે જુલાઈ મહિનામાં ૧૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જો કે, ઓગસ્ટ મહિનામાં આ આંકડો ઘટીને ૧૭.૪ અબજ ડોલર થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. બેંક ઓફ જાપાનની બેઠક બુધવારના દિવસે મળશે. ગઇકાલે સોમવારના દિવસે બ્લેક મન્ડેની સ્થિતી રહી હતી. સેંસેક્સ સોમવારે ૫૦૫ પોઇન્ટ ઘટીને ૩૭૫૮૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૩૭ પોઇન્ટ ઘટીને ૧૧૩૭૮ની સપાટીએ રહ્યો હતો.

Related posts

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) દ્વારા એક કરોડ માતાઓ થઇ લાભાન્વિત

aapnugujarat

૩૦૦૦ કરોડ રૂપિયાની સંરક્ષણ ખરીદીને લીલીઝંડી

aapnugujarat

સિદ્ધૂને પંજાબમાં પ્રચાર ન કરવા માટેની સૂચના મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1