Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાગપત જેલમાં ડોન મુન્ના બજરંગીની હત્યા

ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લા જેલમાં અંડરવર્લ્ડ ડોન પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગીની ગોળી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવ્યા બાદ ચકચાર મચી ગઇ છે. આ હત્યાની ઘટનાથી જેલ વહીવટી તંત્રથી લઇને લખનૌ સુધી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
મુન્ના બજરંગીની હત્યા પાછળ વેસ્ટ યુપી અને ઉત્તરાખંડમાં સક્રિય સુનિલ રાઠી ગૈંગનો હાથ હોવાની માહિતી મળી રહી છે. કેસના સંબંધમાં મુન્નાને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પહેલા જ તેની હત્યા કરી દેવામાં આવી છે. મુન્ના બજરંગીની ગણતરી પૂર્વાંચલના એક કુખ્યાત અપરાધી તરીકે થતી હતી. કેટલીક મોટી ઘટનામાં તેની સીધી રીતે સંડોવણી હતી. મુન્ના બજરંગીના પરિવારના સભ્યોએ પહેલાથી જ કહ્યુ હતુ કે બાગપતની જેલમાં તેની હત્યા કરવામાં આવી શકે છે. તેમની શંકા સાચી સાબિત થઇ છે.
૨૯મી જુનના દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને મુન્ના બજરંગીના પત્નિ સીમા સિંહે કહ્યુ હતુ કે જેલમાં તેના પતિને ખતરો રહેલો છે. પત્નિએ હત્યાનુ કાવતરુ હોવાની વાત કરીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન તેની સાથે મુન્ના બજરંગીના વકીલ વિકાસ શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા. સીમા સિંહે પોતાના પતિ મુન્ના બજરંગીને યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને પોલીસ દ્વારા બનાવટી એન્કાઉન્ટર કરીને મારી નાંખવાનો આક્ષેપ પણ કર્યો હતો. કેટલાક પ્રભાવશાળી લોકોના નામનો ઉલ્લેખ કર્યા વગર સીમા સિંહે કહ્યુ હતુ કે કાવતરા ઘડી કાઢીને કેટલીક વખત તેમના પતિને જેલમાં મોકલી દઇને જાનથી મારી નાંખવાના પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે. આ સંબંધમાં સીમા સિંહે પોલીસના કેટલાક અધિકારીઓની સામે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. પૂર્વાંચલના ડોન મુન્ના બજરંગીની હત્યા કરવામા ંઆવ્યા બાદ સમગ્ર ઉત્તરપ્રદેશમાં ચકચાર મચી ગઇ છે. હત્યાના સંબંધમાં હજુ વિગત જારી કરવામાં આવી નથી.

ચાર દશકમાં ૪૦ હત્યા અને અંસારીના સાથથી ડોન બન્યો
ઉત્તરપ્રદેશના સૌથી કુખ્યાત ગેંગસ્ટરો પૈકી એક એવા મુન્ના બજરંગીની હત્યા કરવામાં આવ્યા બાદ વહીવટીંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારના દિવસે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવે તે પહેલા જ તેની જેલમાં હત્યા કરવામાં આવી હતી. ફિલ્મી અંદાજમાં તેની જેલમાં હત્યા કરવામાં આવી હતી. છેલ્લા ચાર દશકથી તે આતંક મચાવી રહ્યો હતો. ઉત્તરપ્રદેશના અપરાધની દુનિયામાં તેની બોલબાલા દેખાઇ રહી હતી. એટલુ જ નહીં પૂર્વાંચલના આ ચર્ચાસ્પદ ડોને રાજનીતિમાં હાથ અજમાવવાના પ્રયાસો કર્યા હતા. જો કે તેને સફળતા મળી ન હતી. મુન્ના બજંરગીના ગુનાહિત ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે તે કેટલો ખતરનાક હતો. તેનુ અસલી નામ પ્રેમ પ્રકાશ સિંહ હતુ. તેનો જન્મ ૧૯૬૭માં થયો હતો. ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લાના પુરેદયાલ ગામમાં તેનો જન્મ થયો હતો. તેના પિતા પારસનાથ સિંહ તેને ભણાવીને મોટી વ્યક્તિ બનાવવા માટે ઇચ્છુક હતા. પરંતુ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીએ તેમના સપના પર પાણી ફેરવી દીધુ હતુ. મુન્નાએ પાંચમા ધોરણ બાદ અભ્યાસ કરવાનુ છોડી દીધુ હતુ. કિશોર વય સુધી પહોંચતા પહોંચકા તેને અપરાધની દુનિયામાં સામેલ થવાનો રસ જાગ્યો હતો. મુન્નાને હથિયારો રાખવાનુ પસંદ હતુ. તે ફિલ્મની જેમ મોટો ગેંગસ્ટર બનવા માટે ઇચ્છુક હતો. ૧૭ વર્ષની વયમાં તેની સામે પોલીસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જૌનપુરના સુરેહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની સામે મારામારી અને હથિયારો રાખવા માટેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આની સાથે જ તે અપરાધની દુનિયામાં પ્રવેશી ગયો હતો. ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જોયુ ન હતુ. મુન્ના અપરાધની દુનિયામાં નામ મેળવવાના પ્રયાસમાં લાગેલો હતો. આ ગાળા દરમિયાન તેને જૌનપુરના સ્થાનિક દબંગ માફિયા ગજરાજ સિંહનો ટેકો મળી ગયો હતો. જેથી મુન્ના તેના માટે કામ કરવા લાગી ગયો હતો. આ ગાળા દરમિયાન વર્ષ ૧૯૮૪માં મુન્નાએ લૂંટના એક કેસમાં વેપારીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આ શખ્સે ગજરાજના ઇશારે જૌનપુરમાં ભાજપના નેતા રામચન્દ્ર સિંહની હત્યા કરીને પૂર્વાંચલમાં પોતાની તાકાત દર્શાવી હતી. ત્યારબાદ અનેક હત્યામાં સામેલ રહ્યો હતો. પૂર્વાંચલમાં પોતાની શાખને ફેલાવવા માટે મુન્ના બજરંગીએ ૯૦ના દશકમાં પૂર્વાંચલના બાહુબલી માફિયા અને રાજનેતા મુખ્તાર અંસારીની ગેંગમાં સામેલ થઇ ગયો હતો.
આ ગેંગ મઉથી ચાલી રહી હતી. તેની અસર સમગ્ર પૂર્વાંચલમાં દેખાઇ રહી હતી. મુક્તાર અંસારીએ અપરાધની દુનિયામાંથી બહાર નિકળીને રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. વર્ષ ૧૯૯૬માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તેઓ જીતી ગયા હતા. ત્યારબાદ તેની ગેંગની તાકાતમાં સતત વધારો થયો હતો. મુન્ના સીધી રીતે સરકારી કોન્ટ્રાક્ટને અસર કરવામાં લાગી ગયો હતો. તે મોટા ભાગે મુખ્તાર અંસારીના નિર્દેશ પર કામ કરી રહ્યો હતો. ભાજપના ધારાસભ્ય કૃષ્ણાંનંદ રાયની હત્યા ઉપરાંત કેટલાક મામલામાં ઉત્તરપ્રદેશ પોલીસ, એસટીએફ અને સીબીઆઇને મુન્ના બજરંગીની તપાસ હતી. તેના પર સાત લાખ રૂપિયાનુ ઇનામ જાહેર કરવામાં આવ્યુ હતુ. તેના પર હત્યા, અપહરણ અને વસુલીના કેટલાક આરોપો મુકવામાં આવ્યા હતા. તે સતત પોતાના સ્થળોને બદલતો રહેતો હતો. જેથી પોલીસના સકંજામાં આવી રહ્યો ન હતો.

Related posts

કલમ ૩૫એ ગઠબંધનના એજન્ડા તરીકે : મહેબુબા

aapnugujarat

શત્રુઘ્ન સિંહા એક અનગાઇડેડ મિસાઇલ : નકવી

aapnugujarat

टीडीपी के 60 मुख्य नेता और हजारों समर्थक भाजपा में शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1