Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અશ્લીલતા અને ખુબસુરતી જોનારની આંખોમાં હોય છે : કેરળ હાઈકોર્ટ

મલયાલમ મેગેઝિન ગૃહલક્ષ્મી સામે દાખલ કરવામાં આવેલી એક અરજીને કેરળ હાઇકોર્ટે ફગાવી દીધી છે. હકીકતમાં માર્ચ મહિનાના કવર પેજ પર એક મહિલાને પોતાના નવજાત શિશુને બ્રેસ્ટ ફિડિંગ એટલે કે સ્તનપાન કરતા દર્શાવવામાં હતી. આ ફોટો પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો થયો હતો. આ ફોટોમાં મોડલ, રાઇટર અને એરહોસ્ટેસ ગિલુ જોસેફ એક નવજાત શિશુને દુધ પિવડાવતી નજેર પડી રહી છે. કવર પર બ્રેસ્ટફિડિંગને લઇને નારાજીગ વ્યક્ત કરનાર લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. સંદેશમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે કેરળથી માતાઓ કહી રહી છે કે કૃપા કરીને ઘુરવાની કોઇ જરૂર નથી. અમને બ્રેસ્ટ ફિડિંગની જરૂર છે. મેગેઝિનમાં કવર પર આ ફોટો પ્રકાશિત કરવામાં આવ્યાના સપ્તાહ બાદ જ સોશિયલ મિડિયા પર જોરદાર હોબાળો શરૂ થઇ ગયો હતો. આ ફોટોને કામુક અને ઉત્તેજક તરીકે ગણાવીને તેની ટિકા કરવામાં આવી રહી હતી. વિરોધ પ્રદર્શનનો દોર ચાલી રહ્યો હતો. આ ફોટોને લઇને ધાર્મિક અને સાંપ્રદાયિક ભાવનાને ઠેસ પહોંચાડનાર તરીકે ગણાવીને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિવાદ વધારે ગંભીર બની જતા મામલો કેરળની કોલ્લમ સીજેએમ કોર્ટમાં પહોંચી ગયો હતો. મેગેઝિનની સામે પોક્સોની સાથે સાથે જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમ ૪૫ અને મહિલા અશ્લીલતા પ્રતિનિધિત્વ ધારા ૧૯૮૬ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગુરૂવારના દિવસે કેરળ હાઇકોર્ટે આ મામલામાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે જે રીતે ખુબસુરતી નિહાળનારની આંખમાં હોય છે તેવી જ રીતે અશ્લિલતા પણ નિહાળનારની આંખમાં હોય છે. કોર્ટે કહ્યુ હતુ કે આ ફોટોમાં કોઇ અશ્લીલતા નથી અને પુરૂષો માટે કોઇ વાંધાજનક બાબતનો ઉલ્લેખ પણ આમા કરવામાં આવ્યો નથી.કોર્ટે કેટલાક ઉપયોગી તારણ આપ્યા હતા.

Related posts

મમતા બેનરજીએ પહેલા કર્યો ડાન્સ, પછી કહ્યું- ‘બંગાળને ગુજરાતમાં ફેરવી શકાશે નહીં’

editor

લિંગાયત મઠના સંત શિવમૂર્તિ મુરૂગાની બળાત્કારના આરોપમાં ધરપકડ

aapnugujarat

લોકપાલની નિયુક્તિની માંગણી સાથે રાલેગણ સિદ્ધિમાં અણ્ણા હજારેનાં અનશનનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1