Aapnu Gujarat
રાષ્ટ્રીય

મમતા બેનરજીએ પહેલા કર્યો ડાન્સ, પછી કહ્યું- ‘બંગાળને ગુજરાતમાં ફેરવી શકાશે નહીં’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યા છે. ભલે તેમની પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને વિધાયકો સતત પાટલી બદલીને ભાજપમાં સામેલ થઈ રહ્યા હોય પરંતુ તેનાથી બિલકુલ ચિંતામુક્ત થઈને મુખ્યમંત્રી એક બાંગ્લા સંગીત કાર્યક્રમમાં ખુબ જ હળવા અંદાજમાં જોવા મળ્યા. સીએમ મમતા બેનરજી આ દરમિયાન સંથાલી નૃત્યાંગના બસંતી હેમ્બ્રમ અને સ્થાનિક લોક કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા.રાજ્ય સરકારના કાર્યક્રમમાં અનેક સંગીતકાર, ગાયકો, અને નૃત્ય કલાકાર સામેલ થયા. મુખ્યમંત્રી મમતા બેનરજીએ આયોજન દરમિયાન લોક કલાકારોને સન્માનિત પણ કર્યા. તેમણે સંથાલી ડાન્સર બસંતી હેબ્રમને પણ સન્માનિત કર્યા. રાજનીતિક હિંસા અને રાજકીય નિવેદનબાજીની કડવાહટ ભરેલા માહોલમાં મમતા બેનરજી તેમની સાથે મંચ પર ધીરે ધીરે ડાન્સ કરતા પણ જોવા મળ્યા.જો કે મમતા આ આયોજન દરમિયાન પણ ભાજપ પર નિશાન સાંધવાનું ચૂક્યા નહીં. તેમણે મંચ પરથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમને પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં ભાજપનું નામ લીધા વગર કહ્યું કે બંગાળ ઉત્કૃષ્ટતા અને મેઘાને મહત્વ આપે છે. બંગાળને ક્યારેય ગુજરાતમાં ફેરવી શકાશે નહીં. મમતા બેનરજીએ કહ્યું કે બંગાલે જ રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને દેશને જય હિન્દનો નારો આપ્યો છે. મમતા બેનરજીએ હાલમાં જ આંકડા બહાર પાડીને પ્રદેશ સરકારના કામ ગણાવ્યા હતા. મમતા બેનરજીએ ગૃહમંત્રી અમિત શાહને પડકાર ફેંક્યો હતો કે કાં તો તેઓ તેમને ખોટા સાબિત કરે અથવા તો પછી ઢોકળા ટ્રીટ (પાર્ટી) આપે. તેમણે એમ પણ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને માપદંડો પર કેન્દ્રના આંકડા કરતા સારું પ્રદર્શન કરે છે. બંગાળના નાગરિકોને ૧૦૦ દિવસનું કામ આપવામાં, ગ્રામીણ આવાસ, ગ્રામીણ રસ્તા, ઈ ટેન્ડરિંગ, અને ઈ ગવર્નન્સમાં તેમની સરકાર નંબર વન છે. મમતા બેનરજીએ કહ્યું કે બંગાળની સ્ટેટ જીડીપી તેમના કાર્યકાળમાં ૨.૬ ગણી વધી ગઈ છે. બંગાળમાં એક કરોડ નવી રોજગારી તકો સર્જાઈ.

Related posts

ભારત સાથે પ્રાઈવેટ વાતચીત માટે કેનેડા દ્વારા થયેલી ઓફર

aapnugujarat

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ યોજી ચુંટણીસભા

editor

बाबा बर्फानी की पूजा हुई

editor

Leave a Comment

UA-96247877-1