Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશી વિશ્વનાથ મંદિર ઉડાવી દેવા આતંકવાદીઓની ધમકી

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પર ફરી એકવાર ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. વિલેતા વર્ષોમાં પાંચ વખત આ મંદિરને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ હુમલા કરી ચુક્યા છે. ફરી એકવાર ચેતવણી મળ્યા બાદ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મંદિરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વારાણસી સ્ટેશન અને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન ખાતે, અન્ય જગ્યાઓ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબા તરફથી આઇબીને કાશી વિશ્વનાથ મંદિરને ટાર્ગેટ બનાવવા સાથે સંબંધિત ધમકીભર્યો પત્ર હાથ લાગ્યો છે જેના લીધે તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. બીજી જૂનના દિવસે જારી કરવામાં આવેલા પત્રમાં કાશી વિશ્વનાથ મંદિરને ૮મી જૂન વચ્ચેના ગાળામાં ટાર્ગેટ બનાવવાની વાત કરવામાં આવી છે. આ સૂચના મળ્યા બાદ આને ગંભીરતાથી લઇને તકેદારી વધારી દેવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. મંદિરના તમામ પોઇન્ટ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તોઇબાના ત્રાસવાદીઓ જમ્મુ કાશ્મીરના એરિયા કમાન્ડર મૌલાના અબુ શેખના નામના શખ્સ તરફથી આ ધમકીભર્યા પત્ર બાદ સુરક્ષા વધારવામાં આવી રહી છે. આ પહેલા મે ૨૦૧૭માં પણ આવા જ ધમકીભર્યા પત્ર મળ્યા હતા તેમાં પ્રદેશના તમામ પ્રમુખ મંદિરોને ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ વખતે કાશી વિશ્વનાથ મંદિર ઉપરાંત શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરામાં પણ હુમલા કરવાની ધમકી આપી છે. બીજી જૂનના દિવસે પત્ર મળ્યા બાદ તકેદારી વધારવામાં આવી છે. ૨૩મી ફેબ્રુઆરી ૨૦૦૫ના દિવસે દસાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી દરમિયાન બ્લાસ્ટ કરાયો હતો જેમાં સાત લોકોના મોત થયા હતા. ૨૮મી ફેબ્રુઆરીના દિવસે વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી હતી. આ ઉપરાંત ૨૮મી જુલાઈ ૨૦૦૫ના દિવસે શ્રમજીવી એક્સપ્રેસમાં વારાણસી-જૌનપુર રેલવે માર્ગ ઉપર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. ૨૩મી નવેમ્બર ૨૦૦૭ના દિવસે એક વિસ્ફોટ કરાયો હતો જેમાં નવ લોકોના મોત થયા હતા અને ૫૦ ઘાયલ થયા હતા. આવી જ રીતે ૭મી ડિસેમ્બર ૨૦૧૦ના દિવસે શિતળા આરતી દરમિયાન બ્લાસ્ટ કરાયો હોત જેમાં બાળકીનું મોત થયું હતું અને ૪૦ લોકો ઘાયલ થયા હતા.

Related posts

સેંસેક્સ ૩૬૩ પોઈન્ટ ગગડીને બંધ

aapnugujarat

મધ્યપ્રદેશમાં લવ-જેહાદ બિલને કેબિનેટની મંજૂરી

editor

21 घंटे से लापता पूर्व केंद्रीय मंत्री चिदंबरम, कांग्रेस आयी बचाव में!!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1