Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલમાં ૭ અને ડિઝલમાં ૫ પૈસાનો ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલમાં સાત પૈસા અને ડીઝલમાં પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બુધવારના દિવસે પેટ્રોલ અને ડીઝલમાં એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ સરકારની મજાક દેશના ઘણા લોકોમાં ઉડી હતી તેની ચિંતા કર્યા વગર આજે પણ પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર સાત પૈસા અને ડીઝલની કિંમતમાં પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત ૧૬ દિવસ સુધી તેલ કિંમતોમાં વૃદ્ધિ કરવામાં આવ્યા બાદ નજીવા ઘટાડાને લઇને વિરોધ પક્ષો સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, લોકો સાથે ક્રૂર મજાક સરકાર દ્વારા કરવામાં આવી છે. સોશિયલ મિડિયા ઉપર પણ સરકારને વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં આજે પેટ્રોલની નવી કિંમતો ૭૮.૩૫ રૂપિયા થઇ ગઇ છે જ્યારે ડીઝલની કિંમત ૬૯.૨૫ રૂપિયા થઇ ગઇ છે. ૧૪મી મેના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાની શરૂઆત થઇ હતી. તે પહેલા કર્ણાટક ચૂંટણીના પરિણામો ૧૯ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થીર રાકવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો સતત વધી રહી હોવા છતાં ૧૬ દિવસના ગાળા સુધી વધારો કરાયો ન હતો.
છેલ્લા ૧૬ દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૩.૮ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૩.૩૮ રૂપિયા પ્રતિલીટરનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કિંમતો કરવેરાના હિસાબથી બદલાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત લોકો હાલ ત્રાહિમામ પોકારી ગયા છે.

Related posts

AIADMK गठबंधन 2021 के विधानसभा चुनाव को जीत कर बनाएगी सरकार : सीएम पलानीस्वामी

editor

મુંબઇમાં ધોધમાર વરસાદ

editor

૯ લાખ કરોડના ભંડોળ પર અંકુશ મેળવવા માટે પ્રયાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1