Aapnu Gujarat
શિક્ષણ

અમદાવાદ શહેરનું ૬૧૭૯, ગ્રામ્યનું ૬૧.૧૪ ટકા રિઝલ્ટ

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને ગ્રામ્યની વાત કરવામાં આવે તો આ વખતે અમદાવાદ શહેરનું પરિણામ સામાન્ય પ્રવાહમાં ગ્રામ્ય કરતા વધારે રહ્યું છે. અમદાવાદ શહેરનું પરિણામ એકંદરે ૬૧.૭૯ ટકા રહ્યું છે જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ૬૧.૧૪ ટકા નોંધાયું છે. ૫૦૫ કેન્દ્રો અને પેટાકેન્દ્રો પરથી લેવામાં આવેલી પરીક્ષામાં ૪૬૭૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૨૫૫૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ મળીને પરિણામ ૫૫.૫૫ ટકા રહ્યુ છે. આ વખતે ડાંગ જિલ્લાનુ પરિણામ સૌથી ઉંચુ ૭૭.૩૨ ટકા રહ્યુ છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટા ઉદયપુર જિલ્લાનુ રહ્યુ છે. સામાન્ય પ્રવાહના ૪૬૨૮૯૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૪૫૫૬૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જે પૈકી ૨૫૨૯૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.સામાન્ય પ્રવાહમાં પરિણામની ટકાવારી ૫૫.૫૨ રહી છે. આવી જ રીતે વ્યવસાયલક્ષી પ્રવાહમાં ૧૧૮૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧૧૮૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જે પૈકી ૬૧૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને પરિણામ ૫૨.૨૯ ટકા રહ્યુ છે. ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ૩૦૧૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૩૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. આમાંથી ૧૮૩૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ ૬૧.૨૭ ટકા રહ્યુ છે. અમદાવાદ શહેરમાંથી એ૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૯૬ નોંધાઈ છે જ્યારે એ૨ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૭૨ નોંધાઈ છે. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એ૧ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦ નોંધાઈ છે. એ૨ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૪૫૬ નોંધાઈ છે જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી એ૧ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦ અને એ૨ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૪૫૬ નોંધાઈ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ક્રમશઃ ૧૩૧૦૪ અને ૮૫૬૭ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાંથી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૩૩૭૯ નોંધાઈ હતી જ્યારે ગ્રામ્યમાં પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૧૨૬૭ નોંધાઈ હતી. આ રીતે અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓ આ વખતે ગ્રામ્યના વિદ્યાર્થીઓથી આગળ રહ્યા છે. પરિણામને લઇને આજે સવારથી જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. પરિણામ આઠ વાગે જાહેર કરવામાં આવે તે પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામને લઇને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ઘણા વિદ્યાર્થીઓ તો આઠ વાગ્યાની સાથે જ તેમના પરિણામને જોઇ લેવામાં સફળ રહ્યા હતા. આ વખતે પરિણામ ઓછું રહ્યું છે.

Related posts

ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ ઝડપી થઈ

aapnugujarat

प्रोफेसरों के लिए कॉलेज में सात घंटे उपस्थिति अनिवार्य : यूजीसी ने गाइड लाइन जारी : नये वर्ष से लागू

aapnugujarat

IELTSનો સ્કોર નબળો હોય તો ચિંતા ન કરો, હવે સિંગલ મોડ્યુલને રિટેક કરી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1