Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આવતીકાલથી ફ્રેન્ચ ઓપનની શરૂઆત : નડાલ હોટફેવરિટ

જેની કરોડો ટેનિસ પ્રેમીઓ ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે તે વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આજથી શરૂ થઇ રહી છે. પ્રથમ દિવસે રમાયેલી મેચમાં સ્ટાર ખેલાડીઓએ જીત મેળવીને બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી લીધી હતી. આ વખતે પણ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રાફેલ નડાલ ફેવરિટ તરીકે દેખાઈ રહ્યો છે જ્યારે મહિલા વર્ગમાં ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તમામની નજર રાફેલ નડાલ અને ઘણા સમય પછી ટેનિસ સર્કિટમાં પરત ફરેલી સરેના વિલિયમ્સ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૦ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે. નોવાક જોકોવિક પણ આ વખતે ફોર્મ મેળવી રહ્યો છે. મહિલા વર્ગમાં સીમોના હેલેપ પ્રથમ વખત મોટી ગ્રાન્ડસ્લેમ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. મુગુરુઝા, પ્લીસકોવા, કેરોલીન ગરસિયા, સ્વીટોલિના વચ્ચે સીધી સ્પર્ધા થશે પરંતુ સિમોના ઉપર તમામની નજર કેન્દ્રિત છે. નડાલને પણ યુવા ખેલાડીઓ પડકાર ફેંકવા તૈયાર છે. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. આજે શરૂ થયેલી આ ચેમ્પિયનશીપ ૧૦મી જૂન સુધી ચાલશે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરનાર છે અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી છે. નડાલ સામે જે ખેલાડીઓ પડકાર ફેંકી શકે છે તેમાં ડોમેનિક થીમ, જર્મન સ્ટાર ઝ્‌વેરેવનો સમાવેશ થાય છે. પૂર્વ વિજેતા જોકોવિક પણ મેદાનમાં છે જે આ વખતે ૨૨માં ક્રમાંકિત ખેલાડી તરીકે છે. ડ્રો ખુબ જ રોમાંચક રહ્યા બાદ ઉત્સુકતા વધી ગઈ છે. બે વખતની વિજેતા અને ગ્લેમર ગર્લ શારાપોવા, અજારેન્કા પણ આશાવાદી દેખાઈ રહી છે. મહિલા વર્ગમાં ૨૬ વર્ષીય સિમોના ઉપર ચાહકોની નજર રહેશે. તે રેંકિંગમાં ટોપ સ્થાન જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરી રહી છે. જો કે, તેની સામે ઘણા પડકારો છે અને તમામ શક્તિશાળી ખેલાડીઓ સામે રમવાની જરૂર પડશે જેમાં સેરેના વિલિયમ્સ પણ સામેલ છે.

Related posts

वनडे करियर में रोहित ने पूरे किए ८००० रन

aapnugujarat

शिवसेना ने महबूबा मुफ्ती को जेल भेजने की मांग की

aapnugujarat

સોનિયા ગાંધીએ પણ સંસદમાં કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1