Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર : પાકિસ્તાનનો ફરી ગોળીબાર, મશીનગનનો ઉપયોગ

પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખ્યો છે જેના કારણે સરહદ પર હવે વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. કોઇ પણ ઉશ્કેરણીવગર પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ભારે ગોળીબાર કર્યો છે. ભારતીય જવાનોએ પણ પણ જોરદાર જવાબી કાર્યવાહી કરી છે. બુધવારે મોડી રાત્રે અને આજે વહેલી પરોઢે ઉરી સેક્ટરના કમલકુટ વિસ્તારમાં પાકિસ્તાની જવાનોએ ગોળીબાર કર્યો હતો. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ગઇકાલે બુધવારના દિવસે વધુ ચાર લોકોના મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબારના કારણે દહેશતમાં રહેલા સરહદી ગામોના ૪૦૦૦૦થી વધુ લોકોને અન્યત્ર સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાની ફરજ પડી રહી છે. બુધવારના દિવસે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ, કઠુઆ, સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા ગામોમાં અને સરહદી ચોકી ઉપર મોર્ટારથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. સાંબામાં સવારે નવ વાગ્યાથી ગોળીબારની શરૂઆત થયા બાદ બે લોકોના મોત થઇ ગયા હતા. પાકિસ્તાની રેન્જરોએ કઠુઆ જિલ્લામાં આવાસ વિસ્તારોમાં તથા ચોકી પર ગોળીબાર કર્યો હતો. હિરાનગર સેક્ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરહદ પર રહેતા લોકોને બુલેટપ્રુફ વાહનોથી ત્યાંથી કાઢવામાં આવ્યા હતા. જમ્મુ જિલ્લાના આરએસપુરા, અરણિયા, રામગઢ અને સાંબા સેક્ટરમાં ગોળીબાર જારી રહ્યો છે. મંગળવારના દિવસે પાકિસ્તાની ગોળીબારમાં એક આઠ મહિનાના બાળકનું મોત થયું હતું. આંતરરાષ્ટ્રીય સરહદના આરએસપુરા, અરણિયા, રામગઢ અને અન્ય ક્ષેત્રોમાંથી હજારો લોકો સ્થળાંતર કરી ગયા છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર રંગ બતાવવાની શરૂઆત કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા જોરદાર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. પાકિસ્તાને પોતાની હરકતો જારી રાખીને રવિવાર બાદથી ગોળીબાર જારી રાખ્યો છે. રવિવાર, સોમવાર અને મંગળવાર, બુધવાર અને આજે ગુરૂવારે પાકિસ્તાને સતત ગોળીબાર જારી રાખ્યો હતો.જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ગોળીબારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. એકબાજુ ભારત સરકારે રમઝાનના પવિત્ર મહિનામાં ત્રાસવાદીઓ સામે ઓપરેશનને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ત્યારે સરહદ ઉપર પાકિસ્તાને તેની હરકતો જારી રાખી છે અને બિનઉશ્કેરણીજનકરીતે ગોળીબાર જારી રાખ્યો છે. બીએસએફની જવાબી કાર્યવાહીથી હચમચી ઉઠેલા પાકિસ્તાને હાલમાં જ ગોળીબાર બંધ કરવા માટે અપીલ કરી હતી. જો કે, પોતે દુસાહસ કરીને ગોળીબારનો દોર જારી રાખે છે.

Related posts

आर्थिक मंदी के लिए जेटली की गलत नीतियां जिम्मेदार हैं : स्वामी

aapnugujarat

કોઈને પણ દેશના વર્તમાન માળખાની અવગણના કરવાનો અધિકાર નથી : જેટલી

aapnugujarat

દાંતેવાડામાં નક્સલી હુમલો, ૭ જવાન શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1