Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આવતીકાલે કોલકત્તા નાઇટ અને સનરાઇઝ વચ્ચે હવે ફાઇટ ટુ ફિનિશ જંગ

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની બીજી ક્વાલિફાયર મેચમાં હવે આવતીકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. એલિમિનેટર મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ પર ૨૫ રને જીત મેળવીને બીજી ક્વાલિફાયરમાં એન્ટ્રી કરી લીધી છે. રાજસ્થાન રોયલ્સના પડકારનો આની સાથે જ અંત આવ્યો હતો. આ મેચમાં રાજસ્થાનની ટીમે કોઇ લડાયક દેખાવ કર્યો ન હતો. વિકેટો હાથમાં હોવા છતાં કોલકત્તા સામે જીત મેળવવા માટે પ્રયાસ કર્યા ન હતા. બીજી બાજુ દિનેશ કાર્તિકના નેતૃત્વમાં ટીમના ખેલાડીઓનો જુસ્સો હવે આસમાન પર છે. જેથી સનરાઇઝ સામે પણ પડકાર ઉભા કરી શકે છે. છેલ્લી મેચમાં ૧૯મી મેના દિવસે કોલક્તા નાઇટ રાઇડર્સે સનરાઇઝ પર પાંચ વિકેટે જીત મેળવી હતી. જેથી આવતીકાલની મેચમાં સનરાઇઝ સામે કોલકત્તા વધારે મજબુત જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ ચેન્નાઇ સામે પ્રથમ ક્વાલિફાયર-૧ મેચમાં કેટલીક ભુલો કર્યા બાદ સનરાઇઝ આ ભુલોને સુધારીને જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. કેપ્ટન વિલિયમસન ચેન્નાઇ સામે ફ્લોપ રહ્યા બાદ આવતીકાલે ફરી એકવાર લાંબી ઇનિગ્સ રમે તેવી શક્યતા છે. બન્ને ટીમોમાં અનેક મજબુત ખેલાડી હોવાથી મેચ રોમાંચક રહેશે. જો કે સનરાઇઝ વધારે ફેવરીટ દેખાઇ રહી છે. અત્રે નોંધનીય છે કે પ્રથમ ક્વાલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝ હૈદરાબાદ પાસેથી જીતેલી મેચ આંચકી લીધી હતી. આ જીત મેળવીને ચેન્નાઇ સુુપર કિંગ્સે ફાઇનલમાં કુચ કરી લીધી હતી. લો સ્કોરિંગ મેચમાં આઇપીએલના લીગ તબક્કામાં ટોપના બે સ્થાને રહેલી બંને ટીમોએ ઝડપથી વિકેટો ગુમાવી હતી. ડુ પ્લેસીસ સિવાય બાકીના તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. ૧૮મી ઓવર પૂર્ણ થઇ ત્યારે ચેન્નાઇએ સાત વિકેટ ગુમાવીને ૯૭ રન કર્યા હતા. તેની જીત અશક્ય દેખાઇ રહી હતી. ૧૪૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા તેની હાલત કફોડી થયેલી હતી. ચેન્નાઇ સુપરના ચાહકો નિરાશામાં ડુબેલા હતા. જો કે ૧૮મી ઓવર પૂર્ણ થયા બાદ પ્લેસીસ અને ઠાકુરે જોરદાર બેટિંગ શરૂ કરી હતી. સનરાઇઝ હૈદરાબાદના તમામ શાનદાર બોલરો સામે ટાર્ગેટને પાર પાડીને ચેન્નાઇએ તે કેમ નંબર વન અને હોટફેવરીટ છે તેની સાબિતી આપી હતી.કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે રમાનારી મેચમાં હાઉસફુલનો શો રહે તેવી શક્યતા દેખાઇ રહી છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાનાર છે. લીગ તબક્કાની ૫૬ મેચો પૂર્ણ થઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં પહોંચી હતી. જેમાં ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકત્તા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.રાજસ્થાનની ટીમ હવે બહાર ચુકી છે. ચેન્નાઇની ટીમ ફાઇનલમાં પહોંચી ચુકી છે. હવે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચમાં જે ટીમ વિજેતા બનશે તે ટીમ ફાઇનલમાં ચેન્નાઇ સામે ટકરાશે. આ મેચ ૨૭મી મેના દિવસે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ સ્પર્ધામાંથી આઉટ થઇ ગઇ છે. આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમ્યા હતા. હાલમાં જ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં મેચો ખુબ રોમાંચક રહી છે. ક્વાલિફાયર-૨ મેચનુ પ્રસારણ આવતીકાલે સાંજે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે.

Related posts

એક્સીસ બેંકના વડા શિખા શર્માની અવધિમાં હવે કાપ

aapnugujarat

धारा 370 को हटाकर देश की सुरक्षा खतरे में डाली : राहुल गांधी

aapnugujarat

પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવા અંગે પાર્ટીનો નિર્ણય માનીશ : પ્રિયંકા ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1